હિન્દ ન્યૂઝ, નડિયાદ
અગાઉ તા.૧૫/૧૨/૨૦ ના રોજ વોર્ડ નંબર ૬ ભાજપ ના કાઉન્સિલર કાનાભાઈ ઉર્ફે કાનજીભાઈ દેવશીભાઇ પરમાર તથા તેમના દીકરા રવિ કાનજીભાઈ પરમાર ઓની સામે લેખિત ફરિયાદ આપેલ. જેમાં ફરિયાદી જમનાબેન નરેશભાઈ પરમાર રહે. ભવાનીપુરા, ઓમનગર સામે, નડિયાદ નાઓ એ જણાવેલ કે ગઈ તા.૧૫/૧૨/૨૦ ના રોજ ઉપરોક્ત બંન્ને આરોપી ઓ એ નડિયાદ નગરપાલિકા નુ JCB મશીન અને ટ્રેક્ટર નગરપાલિકા ની કોઈ પણ જાત ની પરવાનગી વગર લઈને આવેલ અને ફરિયાદી જમનાબેન ના ઘર ની બહાર પડેલ તમામ સામાન ઉપર ફેરવી ને ભયંકર નુકશાન કરેલ. જેઓ એ વિડિઓ પણ ઉતારેલ હતો. આમ નડિયાદ નગરપાલિકા ના ઓફિસર કે કોઈ અન્ય અધિકારી ની પરવાનગી વગર સરકારી મશીનરી નો દુર ઉપયોગ કરી સત્તા ના નશા માં ફોજદારી કૃત્ય આચરેલ હતું.
જે અંગે ની વિગત વાર રજુઆત ફરિયાદી જમનાબેન પરમારે નગરપાલિકા ના ચીફ ઓફિસર ને લેખિત મા જણાવેલ હતું અને આ અંગે ચીફ ઓફિસર એ એમ પણ જણાવેલ હતું કે ઉપરોક્ત બાબતે અમો એ JCB મશીન તથા ટ્રેક્ટર તેમની કોઈ પણ સુચના હેઠળ મોકલવામાં આવ્યું નથી. આ ફરિયાદ ના અનુંસંધાને આજ સુધી કોઈ પણ જાત ની આરોપીઓ સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. વધુ મા ફરિયાદીઓ એ જણાવેલ કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે. જેથી તેઓ ની સામે કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જમાનાબેન સામાન્ય પરિવાર ના છે તેઓ ની સામે કોઈ પણ નગરપાલિકા તથા રાજકીય નેતા દ્વારા રજુઆત કોઈ પણ પ્રકાર ની મદદ મળી નથી. તેથી આજ રોજ તા.૩/૨/૨૧ ના રોજ જમનાબેન નરેશભાઈ પરમાર સહપરિવાર સાથે કલેકટર કચેરી નડિયાદ ખાતે ભૂખ હડતાલ પર ઉતારવામાં આવ્યા હતા.
આ લોકો ઉપવાસ મા બેઠા છે. સાથે ૧ વર્ષ ની નાની દીકરી સાથે તો તેમાને ને જોખમ નથી? તેનુ જવાબદાર કોણ? તેની કોઈ પણ અધિકારી ઓ ને દયા લાગણી નથી ?
હવે જોવા નુ એ રહયું કે ભાજપ શાસિત નગરપાલિકા મા બધા જ કાઉન્સિલર ઓ આવા જ છે, જે સતા ના નશા મા ગરીબ જનતા પર હેરાન પરેશાન કરી ને નુકસાન પહોંચાડે છે અને તેમની ઉપર બીજા કયા રાજકીય માથા નો હાથ છે ? જે ખુલ્લેઆમ કોઈ ના ડર વગર આમ જનતાને ડરાવી ધમકાવે છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ