હિન્દ ન્યૂઝ, આણંદ
આજ રોજ મહે. પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી ક્રાઇમ અને રેલ્વે ગુ. રા.ગાંધીનગર તરફ થી નાસતા ફરતા આરોપી ઓ ને પકડવાની ડ્રાઈવ આપેલ હોઈ તેમજ આણંદ જિલ્લા મહે. પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ નાઓ એ નાસતા ફરતા આરોપીઓ ને પકડી પાડવા સારુ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોઈ જે અનુસંધાને પેરોલ ફલૉ સ્કોડ ના પો.સબ.ઈન્સ. કે.જી.ચૌધરીના ઓ ની આગેવાની હેઠળ પેરોલ સ્કોડ ના માણસો નાસતા ફરતા આરોપી પકડવા સબંધે તારાપુર વિસ્તાર મા પેટ્રોલિંગ મા હતા, તે દરમ્યાન હેડ. કો. દિનેશભાઇ, પો. કો. કુલદીપસિંહ, પો. કો. કૃણાલભાઈ ના ઓ ને ખાનગી બાતમીદાર થી ખાનગી બાતમી હકીકત મળેલ કે તારાપુર પોલીસ સ્ટેશન ના પ્રોહી. ગુ. ર. નં.૦૩૦૦/૨૦૨૦ પ્રોહી કલમ -૬૫(એ. એ )૮૧,૮૩,૧૧૬(બી) મુજબ ના ગુના ના કામે નાસતો ફરતો આરોપી નામે રજનીકાંત ઉર્ફે લાલો દિનેશભાઇ પટેલ રહે. ખડા, તા. તારાપુર, જી. આણંદ ના ઓ તારાપુર મોટી ચોકડી આવનાર છે. તેવી ચોક્કસ બાતમી ના આધારે તારાપુર મોટી ચોકડી થી પકડી કાયદેસર કાર્યવાહી કરી આરોપી તથા કાગળો તારાપુર પોલીસ સ્ટેશને સોંપેલ છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ
