દ્રારકા જીલ્લાના ઓખામાં સર્વોદય મહિલા મંડળ તેમજ રઘુવંશી મહિલા મંડળ દ્રારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુ

હિન્દ ન્યૂઝ, ઓખા

       ઓખા ખાતે આવેલ સર્વોદય મહિલા મંડળ ના પટઆંગણમા સર્વોદય મહિલા મંડળ ના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા દ્વારા વિદ્યાર્થીઓ માટે આત્મ નિર્ભરતા નું મહત્વ સમજાવતા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ થી ૧૨ ના કુલ ૭૫ વિદ્યાર્થી એ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થી ને સર્વોદય મહિલા મંડળ ઓખા અને રઘુવંશી મહિલા મંડળ ઓખા દ્વારા સયુંકત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ની ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીની ઓમાં ડૉ.પુષ્પાબેન સોમૈયા એ લીધેલ સંવેદનશીલ શિક્ષણ ના લેકચર નું ચિત્ર દોરનાર ધોરણ ૧૨ ની વિદ્યાર્થીની ને ડૉ.પુષ્પાબેન સોમૈયા તરફ થી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

             આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પ્રશ્નોતરી ગેમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તુરંત જવાબ આપનાર ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

       

           નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી ને પ્રોત્સાહિત ઇનામ આપી અભિનંદન પાઠવમાં આવ્યા હતા. આ તકે રઘુવંશી મહિલા મંડળ ના પ્રમુખ હીનાબેન બારાઇ ઓખા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પ્રવીણભાઇ ગોકાણી, ગ્રેઇન મરચૅન્ટ એસોસિએશન પ્રમુખ નિલેશભાઇ પંચમતીયા, ઉપપ્રમુખ કે.ટી.સુતારીયા સહીત ના આગેવાનો તેમજ હોદેદારો ની ઉપસ્થિત માં કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment