વેરાવળમાં પોલિયો અભિયાન અંતર્ગત બાળકોને પોલીયો રસીકરણનો પ્રારંભ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૩૧, સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રવ્યાપી પોલીયો નાબુદ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવ્યું હતું. શિશુ મંદિર સ્કુલ વેરાવળ ખાતેથી આજે ડો.ગૌસ્વામીએ પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શિશુ મંદિર શાળા બુથ નં-૨૮ માં આજે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાની સાથે ૧૧ માસના બાળક ધ્યેયને પોલીયોના બે ટીપા પીવડાવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, શિશુમંદિશ શાળાના મેનેજીંગ ટ્રસ્ટ્રી સહીતના સહભાગી થયા હતા. આ બુથ પર આંગણવાડી વર્કર મેધલબેન વાળા, હેલ્પર હંસાબેન મકવાણા, આરોગ્ય વિભાગના પારૂલબેન પુરોહિતે ફરજ બજાવી હતી. વેરાવળ સહિત જિલ્લામાં આંગણવાડી અને જાહેર સ્થળોએ પોલિયોના બે ટીપા પીવડામાં આવે છે.

Related posts

Leave a Comment