બનાસકાંઠાના લાખણી તાલુકામાં પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાયો

પોલિયો મુક્ત બનાવવા ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પીવડાવવામાં આવ્યો પોલિયો ની રસી

હિન્દ ન્યુઝ, લાખણી

દર વર્ષે લાખો બાળકોને પોલીયોની રસી આપવામાં આવતી હોય છે, ત્યારે આજે પોલિયો રવિવાર હોવાથી બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યાએ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયા હોય છે, ત્યારે આજે લાખણી નાં ડેકા ગામમાં પણ પોલિયો મુક્ત બનાવવા માટે પોલિયો અભિયાન દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવતા હોય છે.

 

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment