આણંદ તથા મહીસાગર જિલ્લા ના જુદા જુદા પો. સ્ટે. ના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આણંદ ટાઉન પોલીસ

હિન્દ ન્યૂઝ, આણંદ

હાલ માં ચાલી રહેલ મહે.ડી.જી.પી. ગુ.રા.ગાંધીનગર ના ઓ ની નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ડ્રાઈવ અનુસંધાને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ તથા નાયબ પોલીસ અધિક્ષક બી. ડી. જાડેજા આણંદ વિભાગ આણંદ ના ઓ ના સુચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ પો. ઈન્સ. વાય.આર.ચૌહાણ આણંદ ટાઉન નાઓની આગેવાની હેઠળ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ના પો.સબ.ઈન્સ. આઈ.એન.ધાસુરા, પો.સબ.ઈન્સ. આર.સી.નાગોલ તથા સ્ટાફ ના માણસો દ્વારા આણંદ તથા મહીસાગર જિલ્લા ખાતે પ્રોહીબીશન ના નીચે મુજબ ના ગુનાઓ મા નાસતો ફરતો આરોપી અનવરમિયા ઉર્ફે કાળીયો અલ્લારખામિયા મલેક રહે. સામરખા કસ્બા મા તા. જી. આણંદ નાઓને પકડી પાડેલ છે.

(૧) આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુ. ર. ન. ૧૧૨૧૫૦૦૨૨૦૧૭૬૭/૨૦૨૦ પ્રોહી. એક્ટ. ક.૬૫(એ)(ઈ ),૮૧,૯૮(ખ),૧૧૬(ખ) તથા

(૨) ઉમરેઠ પોલીસ સ્ટેશન ગુ. ર. નં. ૧૧૨૧૫૦૩૫૨૦૦૮૬૭/૨૦૨૦ પ્રોહી. એક્ટ. ક.૬૫ (ઇ),૮૧,૯૮(અ),૧૧૬(ખ )તથા

(૩) બાલાશિનોર પો. સ્ટે. ગુ. ર. નં.૧૧૧૮૭૦૦૨૨૦૧૦૧૩/૨૦૨૦ પ્રોહી. એક્ટ. ક. ૬૫(ઇ), ૯૮(અ) મુજબ ના ગુનામાં નાસતો ફરતો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, આનંદ

Related posts

Leave a Comment