હિન્દ ન્યૂઝ, મોડાસા
અરવલ્લીના મોડાસા ખાતે “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓના અભિવાદન કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હૉલ ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. રાજ્યના સાંસદસભ્ય શ્રીમતિ રમીલાબેન બારાએ લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું. જેમાં રાજ્યના ૧૦૧ તાલુકામાં ૫૦ લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ૫૩૪૪૦ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનો અને અન્ય લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગરીબી રેખાથી નીચે આવતા અને એલ. એન. એ. એફ. એસ ના કાર્ડધારકોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સરકાર દરેક વ્યક્તિને લક્ષમાં રાખીને કામ કરે છે. સરકારે અનેકવિધ કાયદામાં સુધારા કરીને અનેક પરિવારોનો ઉદ્ધાર કર્યો છે. સરકારનો ઉદ્દેશ ગરીબ માનવી સમક્ષ બની રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબોને મળે તે માટે તે ભગીરથ કામો સરકારે કર્યા છે. જિલ્લાના કલેકટર અને તેમની ટીમે વિધવા બહેનોનોને ઘરે-ઘરે જઈ શોધવાનું ઉમદા કાર્ય કર્યું છે. શ્રીમતિ રમીલાબેન બારાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીમાં સરકારે “વન રેશન, વન નેશન” નો કાયદો લાવીને અનેક રાજ્યોમાં રહેતા પરપ્રાંતિયોને પણ અનાજ પૂરું પાડ્યું હતું અને મહામારીમાં દેશનો કોઈ ભૂખ્યું ના રહે તેની ચિંતા કરી હતી અને સાત માસ સુધી મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સિવાય પણ સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેનો લાભ દરેકે લેવો જોઈએ અને તેને સમજવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. ગ્રામ્ય સ્તરે પંચાયતોમાં ૨૪ જેટલી યોજનાઓને ઓનલાઇન કરી યોજનાની લાભ લેવાની સુલભતા કરી આપી છે. આ ઉપરાંત ભિલોડાની તન્ના વિધાલય ખાતે પણ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી રાજુભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલ, પ્રાંત અધિકારી મયંક પટેલ, પુરવઠા અધિકારી, મામલતદાર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુન્ના ખાન પઠાણ, મોડાસા