અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે. એસ. મહેતા હાઇસ્કૂલ ખાતેથી આજથી કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા દ્વારા શુભારંભ કરાયો.
હિન્દ ન્યૂઝ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરાના “સાંસ્કૃતિક હૉલ” જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતેથી રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેનાથી ધનસુરાના ૧૫ ગામના ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે.
રાજ્યસભાના સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે, ધનસુરાના ૧૫ ગામડાના ૧૮૮૩ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે.આપણાં માનનીય વડાપ્રધાનએ ૨૪ ઓક્ટોમ્બર ૨૦૨૦ના રોજ કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કરીને ૩ જિલ્લાઓમાં ખેડૂતોને દિવસે થ્રી ફેઝ વીજળીની યોજના આપવાની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવીને ખેડૂતોને એક અમૂલ્ય ભેટ આપી છે. ખેડૂતોને હવે ડગલે ને પગલે આર્થિક ક્ષેત્રે ખેડૂતોને તેમનો ખ્યાલ આવ્યો છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સરકારે યુ.જી.વી.સી.એલ. ને ૩૫૦૦ કરોડ જેટલી રકમ આપી છે. સરકારે ૯ હજાર કૃષિપેદાશો હતી તેમાંથી તેને વધારીને બમણી કરી છે. ખેડૂતોને સબસીડીની પણ રાહત મળી છે. આ યોજના હેઠળ ૨૦૨૧ના અંત સુધી રાજયભરના તમામ ૧૮ હજાર ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળતો થશે. ખેડૂતોને પાણી મળી રહે તે માટે વહેતા પાણીને રોકવા માટે ચેકડેમો, બોરીબંધ વગરે જેવા કામ કર્યા છે. ખેતરોમાં પાણી જાય તેની વ્યવસ્થા સરકારે કરી આપી છે. મુખ્યમંત્રીએ સાતપગલા, કુટિરગ્રામ જેવી યોજનાઓની પણ શરૂઆત ખેડૂતો માટે કરી હતી. ખેડૂતો પાકની સારી રકમ મેળવી શકે માટે એ.પી.એમ.સી. ઊભા કર્યા.
તેમણે વધુમાં જણાવ્યું કે,સમયમાં ખેડૂતોને મોટર બળી જવાના અને લંગડિયા દ્વારા લંગળી વીજળી મળતી હતી, પરંતુ આ યોજનાનો પ્રારંભ થતા ખેડૂતોની ગુણવત્તાસભર વીજળી મળતી થશે. કૃષિ મહોત્સવનું આયોજન કરીને ખેતરે ખેતરે કૃષિ વૈજ્ઞાનિકો ફરીને કૃષિ પેદાશ વધારવાનો પ્રયોગ આદર્યો. તેમણે જણાવ્યું કે ખેડૂતો વ્યાજના ચક્કરમાં ખૂંપી ન જાય તે માટે કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી જેના થકી ખેડૂતો બિયારણ અને દવાઓ સરળતાથી મળી શકે. તેમણે સરકારના કૃષિ કાયદાને આવકારતા જણાવ્યું હતું કે, ખેડૂતોના મોંઘા મોલનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કંપની સાથે સીધા ભાવ તાલ કરી શકે તેને લઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી ખેડૂતોને ઘર સુધી વીજળી પહોંચાડી આપી અને અરવલ્લી જિલ્લાના ઝૂંપડાં સુધી પણ સરકારે વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે. સરકરે કોઈપણ ઘર વીજળી વગર રાખ્યું નથી. સરકારે ગરીબો અને ખેડૂતો માટે ઘણી કામગીરી કરી છે.
આ પ્રસંગે બાયડના પ્રાંત અધિકારી બારોટ, નાયબ કલેકટર દાવેરા, પૂર્વજીલ્લા ઉપપ્રમુખ અતુલભાઈ બ્રહ્મભટ્ટ, મામલતદાર ઝાલા, જે. એસ. મહેતા હાઇસ્કૂલના આચાર્ય, અધિક્ષક ઇજનેર પી.સી.શાહ, યુ. જી. વી. સી. એલના અધિકારી કર્મચારીઓ, જેટકોના અધિકારીઓ, એ.પી.એમ.સી. ના ચેરમેન જગદીશભાઇ, સરપંચ, ખેડૂતો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા