હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી ની બેઠકમાં નિમણૂક થયા બાદ કોરોના જેવી મહામારી ના કારણે મિટિંગ યોજાયેલ ન હતી અને ધારાસભ્ય ની રજૂઆત ના અંતે આજરોજ તા.15-01-2021 ને શુક્રવાર ના રોજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી માં રાખવામા આવેલ હતી અને જે મિટિંગ માં ડી.વાય.એસ.પી. કક્ષા થી નીચેના પોલીસ અધિકારી તથા કર્મચારી વિરુધ્ધ માં મળતી ફરિયાદો ની તપાસ માટે આ મિટિંગ યોજાયેલ હોય. જેમાં કુલ ચાર ફરિયાદો આવેલ હતી. જેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. જે તમામ ફરિયોદો ની તપાસ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ મારફત તપાસ ચાલુ છે અને આ તપાસ વહેલીતકે પૂરી કરવા અને ફરિયાદી ઉપર જરૂરી પગલાં લેવા તેવું મિટિંગ માં ખાત્રી આપેલ હતી.
આ મિટિંગ માં સભ્ય સચિવ તરીકે 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક તથા અન્ય સભ્ય સચિવઓ એ હાજરી આપેલ હતી.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ