હિન્દ ન્યઝ, રાજકોટ,
તા.૮/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર શાપર-વેરાવળમાં વાહનચાલકો પાસેથી G.R.D જવાન રાજેશ બાબુભાઈ પીઠડિયા રૂ.૧૦૦-૧૦૦ ઉઘરાવતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. જવાનને પૈસા ઉઘરાવવાની સત્તા ન હોવા છતાં ખાખીની આડમાં વાહનચાલકો પાસેથી લૂંટ ચલાવતો હોવા અંગે કોઈક જાગ્રત નાગરિકે વિડિયો બનાવી વાઈરલ કર્યો હતો. શાપર પોલીસ મથકના P.S.I કુલદીપસિંહ ગોહિલે તોડબાજ G.R.D રાજેશ બાબુ પીઠડિયા વિરુદ્ધ S.P ને રિપોર્ટ કર્યો હતો. જેને પગલે જીલ્લા પોલીસવડા બલરામ મીણાએ G.R.D રાજેશ પીઠડિયાનું સભ્યપદ રદ કરી તેને નોકરીમાંથી હકાલપટ્ટી કરવા આદેશ કર્યો છે. S.P ના આદેશને લઈને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં G.R.D જવાનોનાં અનેક પરાક્રમો સામે આવી ચૂક્યાં છે. જેમાં લોકડાઉન દરમિયાન તમાકુ-સોપારીની હેરાફેરી, દારૂની હેરાફેરી, હનિટ્રેપ-લૂંટ સહિતના ગુનાઓ સામેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ