હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા .૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં કુવાડવા પોલીસે જાલીનોટ સાથે પકડાયેલા શખ્સે પોતાનું નામ કોળી હેમત હમીરભાઇ વાટુકીયા ઉ.૨૨ રહે,જામગઢ, રાજકોટ અને ઇમીટેશન જ્વલેરીનું મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જાલીનોટ ક્યાંથી લાવ્યો એ મામલે પૂછપરછ કરતા આરોપીએ ગોધરામાં મજૂરી કરતા કોઇ ભૈયા સાથે પરિચય થયા બાદ ભૈયાએ રૂ.૨૦૦૦ ના દરની જાલીનોટ રૂ.૨૦ હજારમાં આપવાની વાત કરી હતી. ધંધામાં મંદી હોવાથી કામ નહીં મળતા આર્થિક ભીંસના કારણે પોતે ભૈયા પાસેથી રૂ.૨૦ હજારમાં ૨ હજારના દરની ૫૧ જાલીનોટ મેળવી હતી. આ જાલીનોટ પોતે ૫૦ હજારમાં વેચવાનો હતો. જોકે એ સોદો થાય એ પૂર્વે જ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપી પોલીસ સમક્ષ ખોટી વિગતો જાહેર કરી સત્ય છૂપાવી રહ્યાની શંકાથી તેના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરાઇ છે. કુવાડવા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ મકવાણા, જયંતી ગોહિલ, સતીષ લાવડીયાને માહિતી મળી હતી કે એક શખ્સ સાત હનુમાન મંદિર પાસે જાલીનોટ સાથે ઉભો છે. આ બાતમીના આધારે P.I એમ.સી.વાળા, P.S.I બી.પી.મેઘલાતર સહિતના સ્ટાફે સ્થળ પર જઇને બાતમી મુજબના શખ્સને અટકાયતમાં લઇ લીધો હતો. પોલીસે તપાસ કરી કાનુની કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ