હિન્દ ન્યૂઝ, અરવલ્લી
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા, પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મુજબ સજંય ખરાતસા, પોલીસ અધીક્ષક,
અરવલ્લી, મોડાસા તથા બી.બી.બસીયા, ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ
આપવામાં આવેલ. જે ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી અરવલ્લી નાઓએ આપલે સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) અ.હે.કો.હરેશકુમાર કાન્ન્તભાઇ તથા (ર) અ.હે.કો કદલીપભાઇ રામાભાઇ (૩) અ.પો.કો નીલેશકુમાર વિષ્ણુભાઈ નાઓ સાથે આજરોજ ભિલોડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.ઇન્સ. નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે, રાજ્થાન તરફથી એક બજાજ કંપનીની બ્લયુ કલરની એવેન્જર મોટર સાયકલ જેનો નબં ર જી.જે.૨૭.બી.એન.૨૮૨૫ ઉપર ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો લઈ અમદાવાદ તરફ જનાર છે. જે અન્વયે ભાણમેર ગામની સીમમાં પ્રોહી નાકાબંધિમાં મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની બીયરની બોટલો નંગ: ૪૮ જેની કિં.રૂ.૯,૬૦૦/- તથા મોબાઇલ નંગ: ૦૧ કિં.રૂ.૫૦૦/- નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૦,૧૦૦/-નો આરોપી અનીલકુમાર સવજીરામ ગામેતી (મીણા) ઉ.વ.૨૩ ધંધો કડીયાકામ, રહે.કણબઇ, ઉપલા ફળીયું તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજ્થાન) નાઓ સાથે પકડી પાડવામાં આવલે. જેના વિરુદ્ધમાં ભિલોડા પો.સ્ટે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ અરવલ્લી જીલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે મોટર સાયકલ સાથે વિદેશી દારૂનો જથ્થો તથા એક આરોપી સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા