અમરેલી જિલ્લાના બગસરા ના એસટી સ્ટેશન પાસે આધેડવયના પુરુષ ની લાશ મળી

હિન્દ ન્યૂઝ, બગસરા

મળતી માહિતી મુજબ અમરેલીના બગસરા શહેરના એસટી સ્ટેશન પાસે આવેલી અવાવરું જગ્યામાં એક આધેડ વયના પુરુષને બળેલી હાલતમાં લાશ હોવાની માહિતી મળતા બગસરા નગરપાલિકા અને બગસરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુ વિગત જાણતા આ લાશ બગસરા ના રહેવાસી કિશોરભાઈ સવજીભાઈ ભટ્ટી ની છે. લાશને પોસ્ટમોર્ટમ માટે બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ આગળની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા

Related posts

Leave a Comment