હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,
તા. ૧૬મી, ઓકટોબરના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે એ માટે ભરતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલ વેકેન્સી અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય એ માટે ઓનલાઇન ભરતી મેળો યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે રોજગારવાંચ્છુ ઉમેદવારો કે જેઓની લાયકાત ધો. ૦૯ થી ૧૨ પાસ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના ઉમેદવારો તેમજ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા એન્જીનિયરિંગ પાસ કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે. ઓનલાઇન મેગા જોબફેરમાં ભાગ લેવા માંગતા રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની વિગતો https://rb.gy/cnq0mw ઉપર વિગતો અપલોડ કરેલ યુવાનોને આઇડી મીટીંગ નંબર અને પાસવર્ડ આપવામાં આવશે. ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇ-ભરતી મેળામાં ભાગ લેવા માંગતા નોકરીદાતાઓ અને કંપનીઓએ https://rb.gy/ouc9hm ઉપર કંપનીની વિગતો ભરવાની રહેશે. તા. ૧૬મી, ઓકટોબરના રોજ સવારે ૧૧:૩૦ કલાક પછી ગુગલ મીટ એપ દ્વારા https://meet.google.com/pkt-ttwi-ihh લિંક દ્વારા ઇ-ભરતીમેળામાં જોડાઇ શકાશે. આ ઓનલાઇન ભરતી મેળામાં મોટી સંખ્યામાં ભાગ લેવા રોજગાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે. વધુ માહિતી માટે રોજગાર કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૬૯-૨૩૨૨૩૯ ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર : નઈમ હુઈ,છોટાઉદેપુર