હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર
ટ્રાફિક નિયમ ભંગના 400 થી વધુ કેસ સાથે 21 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તા.25-8-20 થી જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી અને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય તે હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર અને નગરમાં ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા વાહનો ઉપર સ્ટીકર લગાવવા અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો ટ્રાફિક નિયમોનું પાલન કરતા જે વાહન ચાલક ન જણાય તો ટ્રાફિક નિયમ ભંગ કરનાર ચાલકો વિરુદ્ધ મોટર વહીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર 409 ચાલકો સામે ટ્રાફિક નિયમ ભંગના કેસ કરવામાં આવ્યા હતા અને રૂપિયા 21000 જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર