હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ભાવનગર રોડ કાળીપાટ ગામના પાટીયા પાસેથી માં આશાપુરા હોટેલ સામેથી એક રેતી કોક્રેચના મિક્સર મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં બિસ્નોઈ જાતિનો આરોપી બલવંતસીંગ સોનારામજી શાહુ (ઉ.૪૫) રહે. સીવાડા ગામ રજાવતકા ગોલીયા એરિયા થાના-શીતલવાના તા.સાંચોર જી.જાલોર રાજ્ય.રાજસ્થાનના વતનીએ તેના રેતી કોક્રેચના મિક્સર મશીનમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઇંગલીશ દારૂનો મોટો જથ્થો ભરી રાખ્યો હતો. ૪,૬૮,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશીદારૂની બોટલ રોયલ ચેલેન્જ, ગોલ્ડ વ્હીસ્કીની નંગ.૭૫ અને બોટલ નંગ.૯૦૦ તેમજ ૯,૬૦,૦૦૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ મેકડોવલ્ નંબર-૧ રીઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ-૨૦૦ જેમાં ૨૪૦૦ બોટલ હતી. A.M.W કંપનીનું સિમેન્ટ કોક્રેચ મિક્સર ટેન્કર રજી.નંબર- GJ-૦૯-AF-૦૨૬૦ જેની કિંમત ૧૦,૦૦૦૦ રૂપિયા તેમજ ૩ હજાર રૂપિયાના ૩ મોબાઈલ ફોન, ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની કુલ પેટી નંગ-૨૭૫ કુલ બોટલ ૩૩૦૦ નંગ જે મળી કુલ ૧૪ લાખ ૨૮ હજાર રૂપિયા થયા અને ટ્રક થઇ ને કુલ ૨૪,૩૧,૦૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આરોપી બલવંતસીંગની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ વી.કે.ગઢવી, યુ.બી.જોગરાણા, બી.આર.ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, જેન્તીભાઈ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ એ કામગીરી કરેલ છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ