હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના વિસ્તારોમાં પૂરના પાણીમાં ફસાયેલા 63 જેટલાં લોકોનું ભારતીય સેના દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાના શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું
Read MoreDay: July 25, 2026
દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની પેચ વર્ક અને રસ્તા ઉપર ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરાઇ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત દાહોદ સંજેલી,પીછોડા,કદવાલ રોડ અને ભાટીવાડા નવાગામ ખાતે રસ્તા ઉપર ભરાયેલ પાણી નિકાળની કામગીરી અને પેચ વર્કની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ કામગીરી શરૂ કરવામાં આવી છે. જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે વેટ મિક્સ વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે. મશીનરી અને માનવ શક્તિના સંકલિત ઉપયોગ થકી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના…
Read Moreજામનગર જિલ્લામાં વરસાદના પરિણામે વૃક્ષો ધરાશાયી થતાં માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની પરિસ્થિતિમાં વાહનવ્યવહારને અસર ન થાય તે માટે જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલ-લતીપુર-ટંકારા સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પર પડેલા વૃક્ષને ઝડપથી દૂર કરી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. તે જ રીતે, જામનગર-લાલપુર-પોરબંદર સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો ધરાશાયી થતાં જામજોધપુર માર્ગ અને મકાન પેટા…
Read More