હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત કરેલ સ્થળો સિવાયના કોઈપણ સ્થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાંના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૨ની કલમ ૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં…
Read MoreMonth: April 2026
કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના ડ્રાઈવરો કિલનરોને નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર ડ્રાઈવરો/કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામાં, સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો બાબતે જરૂરી કાર્યપદ્ધતિ અમલી કરવાની રહેશે. આ કાર્યપદ્ધતિ અનુસાર દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરોની સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડીટેઈલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની…
Read Moreસબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ,…
Read Moreવેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી આધાર પુરાવા રાખવાના રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ…
Read Moreહોટેલ સંચાલકોએ મુસાફરોની આવન જાવનનું રજિસ્ટ્રર નિભાવવું અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે…
Read Moreકચ્છમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ખાનગી ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટ્યૂશન ક્લાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલું છે અને તે દરમિયાન પછી વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થવાની શક્યતા હોઈ કચ્છ જિલ્લામાં ચાલતા ટ્યૂશન કલાસિસો માટે ચોક્કસ સમય નિયત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસિસ સવારે ૦૮-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તે…
Read Moreજુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ જુના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓને જુના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે વેપારીઓએ નિભાવવાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહશે. જેમાં મોબાઇલ ફોનની વિગત, આઇએમઈઆઇ નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ તથા સરનામા, આઈડી પ્રૂફની વિગત અસલ પરથી ખરાઈ કરીને દર્શાવવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ…
Read Moreલેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. …
Read Moreહોટેલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં આવતા જતા પ્રવાસીઓની વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને સલામતીને ધ્યાને લઈને કચ્છ જિલ્લામાં આવેલા ગેસ્ટ હાઉસ/હોટલ/લોજ/ધર્મશાળા પર કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ માલિકોએ અને ધર્મશાળા સંચાલકોએ હોટલ/ગેસ્ટ હાઉસ/લોજ/ધર્મશાળામાં રહેવા આવનારા દરેક મુસાફર દ્વારા તેમના પોતાના સ્વહસ્તાક્ષરમાં અ.નં., નામ, ઉંમર, નાગરિકતા, મો.નં., સરનામું, ફોટો આઈડી પ્રુફની વિગત, મુલાકાતનું કારણ, આવ્યા તારીખ/સમય, રૂમ નં., હોટેલ છોડ્યા તારીખ/સમય, બીલ નં.તારીખ, સહી નમૂનામાં રજિસ્ટર નિભાવવાના જાહેરનામું બહાર પાડીને હુકમ…
Read Moreલેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પુરા પાડી શકશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ- ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમોએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી મેળવેલા મજૂરો નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. દરેક ઔદ્યોગિક એકમો લેબર કોન્ટ્રાક્ટરોએ પ્રથમ મદદનીશ મજૂર કમિશનર, ગાંધીધામ અથવા ભુજ જે વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલા લેબર કોન્ટ્રાક્ટરો, મજૂરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂર પુરા પાડતા પહેલા સંબંધિત મદદનીશ મજૂર કમિશ્નર પાસેથી નોંધણી કરાવી લેવાની…
Read More