હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માંના પારદર્શી, ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીનું સૂચન. રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો 2026ના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે તેમ મુખ્યમંત્રીની સમક્ષ આ બેઠકમાં જણાવવામાં આવ્યું. માન. વડાપ્રધાનની દરેક કલ્યાણ યોજનાઓના અમલમાં ગુજરાત અગ્રેસર છે તે જ પરિપાટીએ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં પણ ગુજરાતને અગ્રેસર રાખીને મુખ્યમંત્રીએ સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર…
Read MoreMonth: January 2026
મોરબીમાં સુરેન્દ્રનગર અને મોરબી ક્લસ્ટર કક્ષાનો મેગા જોબ ફેર જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીમાં જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી આઈ.ટી.આઈ ખાતે ક્લસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. આ જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા જોબ ફેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ અને મોરબી જિલ્લાના ૨૫ મળી કુલ ૩૮ નોકરી દાતાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૭૬ તથા મોરબી જિલ્લાના ૬૯૬ ઉમેદવારો મળી ૯૭૨ ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ૨૧૧ અને મોરબી…
Read More“હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ”દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું. આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબાપુ – ભંગડા), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસુભાઈ વોરા, કાલાવડ ભાજપ પદાધિકારીઓ અને શ્રી દિલીપભાઈ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્ત્વનો નિર્ણય
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🌳 રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરાશે 🌳 આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે 🌳 વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન-GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર-જમીનની ઓળખ કરાશે 🌳 ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે 🌳 આવી જમીનના રક્ષણ-જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે 🌳 આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે 🌳 સામાજિક વનીકરણ હેઠળ…
Read Moreજિલ્લા કલેક્ટ યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુપોષિત દાહોદ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અંગેનો વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના સહ અધ્યક્ષ સ્થાને સુપોષિત દાહોદ ICDS ની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરની (SOP)’’ માટે વર્કશોપ યોજાયો હતો. ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે અને શું કરવી જોઈએ અને તેના આધારે આંગણવાડી કેન્દ્રનું શ્રેણીકરણ કરવા અંગે તાલીમ આપવા આવી હતી. આ તાલીમનો હેતુ :-ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી…
Read Moreગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત
હિન્દ ન્યુઝ, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના 3084 ડ્રાઈવર તથા 1658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે એસ.ટી. બસના ડ્રાઇવરોને અત્યાધુનિક તાલીમ ઉપલબ્ધ કરાવી ડ્રાઇવિંગ ક્ષેત્રે નવો માપદંડ સ્થાપિત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ‘GSRTC જનસારથી ડ્રાઇવિંગ સ્કૂલ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના વિકાસને ગતિ આપતી એસ.ટી બસ સેવા સાથે આજે…
Read Moreગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા સ્થળ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજરોજ જિલ્લા કલેકટર, ગાંધીનગર ધ્વારા દહેગામ તાલુકા ખાતે મોજે.ઈસનપુર ડોડીયા ગામ ખાતે આવેલ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લીધી તથા ત્યાં ઉપસ્થિત નાગરીકો સાથે જરૂરી સંવાદ કર્યો તથા જરૂરી સૂચન કર્યાં આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા હરખજીના મુવાડા ખાતે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ આરોગ્ય કેન્દ્રના રજીસ્ટર્સની ચકાસણી કરી તેમજ ઉપસ્થિત દર્દીઓ સાથે સંવાદ સાધી નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી હેલ્થ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી. આજરોજ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા હરખજીના મુવાડા ગ્રામ પંચાયતની…
Read Moreદાહોદ જિલ્લા સેવા સદન ખાતે GPSC પરીક્ષા સંદર્ભે GPSC ચેરમેન હસમુખ પટેલ ની અધ્યક્ષતા હેઠળ વિડિઓ કોન્ફ્રન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે GPSC પરીક્ષા ને ધ્યાને રાખીને GPSC ચેરમેનશ્રી હસમુખ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અન્વયે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત સંબંધિત સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અન્વયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક ની પ્રાથમિક કસોટી તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રવિવારના રોજ સવારે ૧૧ થી ૧ કલાક…
Read Moreકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તાલીમ ભવન, ખરેડી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તાલીમ ભવન, ખરેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન મંત્રી રમેશભાઈ કટારાએ ભારત માતાનો જયઘોષ બોલાવી પ્રાસંગિક ઉદબોધન આપતાં કહ્યું હતું કે, બાળકોને જો મનગમતું શિક્ષણ અથવા રમત મળી જાય તો તેઓ મનથી તે કાર્ય કરે છે, જેથી એ વિષયમાં એ આગળ વધે છે. પરંતુ,…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૩૩૪ MSME એકમો સાથે રૂ.૮૫૦૦ના કરોડના MoU સાઈન થયા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કચ્છની ખમીરવંતી પ્રજાએ અનેક કુદરતી આફતોની પીડા વેઠીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. સરકારના વિઝન અને કચ્છીઓની ખુમારી થકી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશિતાથી એક પ્રદેશની કઇ રીતે કાયાકલ્પ થઇ શકે…
Read More