હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🌳 રાજ્યની 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરાશે
🌳 આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બંને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે
🌳 વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સીમાંકન-GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર-જમીનની ઓળખ કરાશે
🌳 ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે
🌳 આવી જમીનના રક્ષણ-જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે
🌳 આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે
🌳 સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધીન જે-તે જિલ્લા કલેક્ટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે
ગ્રીન કવર વધતાં રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે : વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
