બોટાદમાં રૂટ ડાયવર્ઝનને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ                    બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે. બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ , અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ…

Read More

પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતાં ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે

પ્રાકૃતિક ખેતીથી ચણા ઉગાડવાની રીત હિન્દ ન્યુઝ, બોટાદ            પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય કરે છે અને છોડને કુદરતી પોષણ પૂરું પાડે છે.           …

Read More

પ્રાકૃતિક કૃષિના કેટલાંક વિશેષ પાસાઓ અંગે વિગતવાર જાણકારી મેળવીએ

હિન્દ ન્યુઝ, ભાવનગર     રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતની સાથે ભાવનગરનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે ત્યારે પ્રાકૃતિક કૃષિના કેટલાંક વિશેષ પાસાઓ અંગે વિગતવાર જાણકારી મેળવીએ. આ પધ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ તેમજ અહિંસા પર આધારિત શાશ્વત કૃષિ પધ્ધતિ છે. આ પધ્ધતિમાં તમારે રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર, અળસિયાનું ખાતર, તેમજ ઝેરી કીટનાશક, રાસાયણિક નીંદણનાશક દવાઓ, રાસાયણિક ફૂગનાશક દવાઓ નાખવાની નથી. ફક્ત એક દેશી ગાયની મદદથી તમે આ કૃષિ કરી શકો છો. જમીન પિયત કે બિનપિયત હોય. આ પધ્ધતિમાં ફક્ત…

Read More

ભાવનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે અપ સ્કિલ ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં રમતગમતના વિકાસ માટે શાળા કક્ષાએથી રમતનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવા ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં “ઇન-સ્કૂલ” યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યવાન્તિ કરવામાં આવેલ છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર ખાતે તારીખ ૧૧ અને ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ ઈન સ્કૂલ ટ્રેનર ડી.એલ.એસ.એસ. કોચીસ અને ટ્રેનર તથા ખેલો ઇન્ડિયા કોચીસની અપ સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર અને કોચીસને વિવિધ રમતોનું અપડેશન સાથે…

Read More

શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને સુકામેવા શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર ભક્તો માટે તપ અને ધીરજ નું મહત્વ દર્શાવવા માટે કરવામાં આવે છે. જે રીતે મૂલ્યવાન બનવા માટે ફળને સખત તડકા અને આકરા તાપનો સામનો કરવો પડે છે ત્યારે ધીરજ રાખ્યા બાદ એ ફળ માંથી સૂકોમેવો નીકળે છે, આ જ જીવનની પણ વાસ્તવિકતા છે જ્યાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ ધીરજ રાખનાર ભક્તને મહાદેવ તેના માટે સર્વોત્તમ ફળ આપે છે. જીવનમાં દુઃખમાં ધીરજ ન ગુમાવવાના સંદેશ સાથે આ શૃંગાર કરવામાં આવે છે.

Read More

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી. મંત્રીએ પોતાના ઉદબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સમર્પણને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે આ ભૂમિ જ્યાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન લોકસેવકો અને ક્રાંતિકારીઓ જન્મ્યા, એ જ ગુજરાત આજે વિકાસની નવી…

Read More

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા અને નગરમાં 79 સ્વતંત્રતાં પર્વની એકતા અને દેશભક્તિ માહોલમાં શાનદાર ઉજવણી

હિન્દ ન્યુઝ, ભરૂચ  જંબુસર તાલુકાના “નોંધણા “ગામે પ્રાથમિક મિશ્રા શાળા નાં બાળકો દ્વારા રાષ્ટ્ર ગીત સાથે તિરંગા યાત્રા ગામના દરેક ગલી મોહલ્લા ફરી ગાંમ પંચાયત ખાતે આવી હતી તલાટી વિજેન્દ્રભાઈ તલાટી કૃપાબેન સરપંચ દરિયા બેન ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ ગામના વડીલો પ્રાથમિક શાળાના શિક્ષક ગણ શાળાના બાળકો હાજર રહ્યા હતા સરપંચ દરિયાબેન નાં કરકમલો દ્વારા ભારતમાતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી.     બી બી પટેલ હાઇસ્કુલ નોંધણા ખાતે સ્કૂલના પ્રમુખ માજી સરપંચ કાર્ન્તી ભાઈ સનાભાઇ પટેલ ગામ ના વડીલો જયેશભાઈ વાલીઓ શિક્ષક ગણ સ્કૂલના વિદ્યાર્થી ઓ ની ઉપસ્થિતિમાં 79…

Read More