આણંદ તાલુકાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેન શાહને દિલ્હી ખાતે લાલ કિલ્લા ઉપર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રક્ષા મંત્રાલય દ્વારા મળ્યું આમંત્રણ

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ જિલ્લાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેનકુમાર મુકુંદભાઈ શાહ કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી તેને ખેત ઉદ્યોગ તરીકે વિકસાવેલ છે. તેમના આ યોગદાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કક્ષાએ, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ અને ભારત સરકાર દ્વારા દેશ કક્ષાએ તેમનું વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે.         દીપેન કુમાર શાહ ના પ્રગતિશીલ ખેડૂત તરીકેના યોગદાન બદલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ભારત સરકારનો રાષ્ટ્રીય કક્ષાનો શ્રી જગજીવન રામ અભિનવ કિસાન પુરસ્કાર/ જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી…

Read More

ભાવનગરમાં તા.૧૯ ઓગસ્ટ થી જિલ્લાકક્ષાએ અને મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, રાસ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધલેખન, સ્કુલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ,…

Read More

પાલિતાણા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનનો કાર્યક્રમ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ , ભાવનગર     ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગેનો કાર્યક્રમ પાલિતાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ સવારે ૯ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં ગારિયાધાર રોડ, પાલિતાણા ખાતે યોજાશે. જેમાં કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.  રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એકતા અને અખંડિતતા માટે સૌ કોઈને સવારે ૮:૩૦ કલાકે અચૂક રીતે હાજર રહેવાં મામલતદાર પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.    

Read More

વડોદરા ખાતે ભારતીય વાયુસેના દ્રારા અગ્નિવીર(વાયુ)ની જગ્યાઓ માટે ભરતી રેલીનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભારતીય વાયુસેના દ્વારા એરફોર્સ સ્ટેશન, દરજીપુરા કેમ્પ, વડોદરા ખાતે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે અવિવાહિત પુરૂષો માટે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ તેમજ મહિલાઓ માટે તા.૩૦/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ભરતી રેલીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.      આ ભરતી રેલીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ૫૦ ટકા જરૂરી તેમજ…

Read More

પાલિતાણા ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતમાં ૭૯  મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ

હિન્દ ન્યુઝ , ભાવનગર ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણાના હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં ગારિયાધાર રોડ ખાતે થવાની છે. ત્યારે આજે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે પાલિતાણા ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની રાહબરી હેઠળ પાલિતાણા ખાતે યોજવામાં આવી હતી. રિહર્સલમાં જિલ્લા કલેકટરએ આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ,…

Read More