હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા પી.એમ. મોડેલ સ્કૂલ ઇણાજ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ શાળાના બાળકોને રોડ સેફ્ટી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે યોગ્ય માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતાં. કલેક્ટરએ ભણતરના દબાણ તથા ડિપ્રેશન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું તેમજ માનસિક સ્વસ્થતા બાબતે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને પ્રેરણા પૂરી પાડી હતી. આ રોડ સેફટી કાર્યક્રમમાં રોડ સેફટીને લગતા વિષય ઉપર પરીક્ષા…
Read MoreDay: February 13, 2025
શાંતિપરામાં ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’ અને ‘મનુ-ભાનુ ગૌ સેવાધામ’નું ઉદ્ઘાટન
હિન્દન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી ‘જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ’ સંચાલિત ગૌ સેવા હોસ્પિટલ દ્વારા ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્યો, સંસદ, સંતો-મહંતો, મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલ ગૌ સેવાધામમાં ૧૫૦થી વધારે ગાયો અને ગૌ વંશ સારવાર હેઠળ છે. જેની તબિયત સારી થયા પછી તેના નિભાવ માટે ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌ સેવા વધુ વિસ્તરી શકે અને વધુ નિરાધાર ગાયો…
Read Moreનાટકના માધ્યમથી સૂત્રાપાડામાં સ્વચ્છતા અંગે સમજ અપાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સૂત્રાપાડાના નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ્ય રહે એવા સંદેશા સાથે નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ તથા પંચવટી સ્કૂલ ખાતે નાટકના માધ્યમથી સ્વચ્છતા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડવા નગરપાલિકા હોલ તેમજ પંચવટી સ્કૂલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં કલાકારો દ્વારા જ્યાં ત્યાં કચરો ના ફેંકવા, ગંદકી ન કરવા, ભીનો અને સૂકો અલગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા સંદેશો આપ્યો હતો.
Read Moreપ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાને પ્રસ્થાન કરાવતા રમણભાઈ સોલંકી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ ૨.૦ યોજના અંતર્ગત બોરસદ તાલુકાના રુદેલ અને સૈજપુર ગામે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, આણંદ ધ્વારા અમલીકરણ કરવામાં આવતી યોજના હેઠળ વોટરશેડ યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી દ્વારા વોટરશેડ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વોટરશેડ યોજના દ્વારા પાણીની બચત, જમીન ધોવાણ અટકાવું, પર્યાવરણ જતન જેવા કુદરતી સંશાધનો થકી જન સમુદાયના વિકાસનો અસરકારક સંદેશો આપવાના હેતુથી વોટર શેડ…
Read Moreઆણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન ૩૫ ટન જેટલો કચરો એકઠો કરી નિકાલ કરાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવા તથા રાત્રિના સમયે ખાસ સફાઈ ઝુંબેશ અને ફોગિંગની કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી કરવા જણાવ્યું છે. મનપાના મલેરીયા વિભાગ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં પોરા નાશક દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા ફોગીંગ ની કામગીરી તુલસી ગરનાળા વિસ્તારમા કરવામાં આવી હતી, રૂપાપુરા મંગળપુરા વિસ્તારમાંથી ચાર જેટલા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં…
Read Moreઆણંદ – વિદ્યાનગર રોડ ઉપર આવેલી તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટના ગંદા પાણીથી ગટર ચોક અપ થવાને કારણે રૂપિયા ૫,૦૦૦/- નો દંડ કરાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના તમામ વિભાગોને તેમના હસ્તકની કામગીરી સંદર્ભે મળતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ કરવા તાકીદ કરી છે. આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતું હતું જેની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી. આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર ચેક કરતા તેમાં ગટરની નજીક આવેલ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા તેનું ગંદુ પાણી આ ગટરમાં જતું હતું, જેના કારણે ગટર ચોકઅપ થઈ ગઈ હતી. તાત્કાલિક મહાનગરપાલિકાની…
Read Moreઆણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી
તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને – ડ્રાય ડે” તરીકે જાહેર હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે.…
Read Moreઆણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી
હિન્દ ન્યુઝ, આણંદ તા.૧૬-૦૨- ૨૦૨૫ ના રોજ યોજાનાર છે, જેમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બીન અધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. જેથી, ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારને અનઅધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ…
Read More