શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે છે કે નહી તે તપાસવા માટે જિલ્લાની ૨૦ શાળાઓમાં હાથ ધરાયું ‘સામાજિક ઓડિટ’ 

હિન્દ ન્યુઝ, ડાંગ      ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન મળી રહે તથા શાળામાં બાળકોની નિયમિતતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પી.એમ.પોષણ યોજના અંતર્ગત, ડાંગ જિલ્લામા ‘સામાજિક ઓડિટ’ બાદ ‘૫બ્લિક હિયરિંગ’ યોજાઇ ગયુ. ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓમા ખુબજ મહત્વકાંક્ષી આ યોજનાનુ સામાજિક ઓડિટ, રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા ‘મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટૂટ-અમદાવાદ’ ને સોંપવામા આવ્યુ છે. જેમના દ્વારા ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ની કલમ-૨૮ ની જોગવાઈઓને આધીન રહી, જિલ્લાની ૨૦ જેટલી શાળાઓનુ ગત દિવસો દરમિયાન ‘સામાજિક ઓડિટ’ હાથ ધરાયુ હતુ.    આ…

Read More

વલસાડ જિલ્લામાં ૧૦ હેક્ટરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની સફળ ખેતી, ઓછી મહેનતે વધુ આવક આપતો પાક

હિન્દ ન્યુઝ, વલસાડ             સરકાર દ્વારા ખેડૂતોને રૂ. ૩ લાખથી લઈને રૂ. ૪.૫૦ લાખ સુધીની સહાય પણ ચૂકવાય છે માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ એપ્રિલ દેશભરમાં કમલમ (ડ્રેગન) ફ્રુટની ખેતી ખુબ જ પ્રચલિત થઈ રહી છે. ખેડૂતો માટે આવકની દ્રષ્ટિએ અને લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વના ગણાતા કમલમ ફ્રુટની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં હાલમાં અંદાજે ૧૦ હેક્ટર જમીન વિસ્તારમાં ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતો સફળતાપૂર્વક કમલમ પાકની ખેતી કરી રહ્યા છે. વલસાડ જિલ્લા બાગાયત ખાતાના નાયબ…

Read More

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનાના MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ ખાલી આવાસો ફાળવવા માટે તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણાધીન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની  ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક,રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા. ૦૨/૦૫/૨૦૨૩ થી તા. ૦૨ /૦૬/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી વિગતો ભરીને તા.૦૮/૦૬/૨૦૨૩ સુધીમાં પરત કરી શકશે. જયહિન્દ શાખા: જયહિન્દ પ્રેસ એનેક્ષી, શારદા બાગ સામે, ધરમ સીનેમાં પાસે, રાજકોટ રણછોડ નગર શાખા : આઈસ ક્યુબ હાઉસ, ૧૦, રણછોડ નગર, પાણી ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટ નિર્મલા…

Read More

સિહોર તાલુકાના જૂના જાળિયા ગામે નવનિર્મિત આંગણવાડીમાં બાળકોના પ્રવેશનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકાના જુના જાળિયા ગામે નવનિર્મિત આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર તાલુકાના પંચાયત વિસ્તરણ અધિકારી ચાંપરાજભાઈ ઉલ્વા, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી હેમાબેન દવેની મુખ્ય ઉપસ્થિતિ સાથે જૂના જાળિયા ગામે નંદઘર ખાતેના આ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે બાળકોને પ્રવેશ અપાયો હતો. નિરીક્ષક રીટાબેન શુક્લ, અગ્રણીઓ જગુભા ગોહિલ, બાપાલાલ ગોહિલ, આંગણવાડીના મનીષાબા ગોહિલ તથા જાગૃતિબા ગોહિલ જોડાયા હતા. તાલુકાના અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પ્રસંગે તલાટી મંત્રી ઉમેદસિંહ ગોહિલ દ્વારા ખુરશી તેમજ બાળકો માટે ભેટ સામગ્રી અર્પણ કરાઈ હતી.

Read More

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ ની ભરતી માટેની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૩ નાં રોજ બપોરના ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.…

Read More

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ ની ભરતી માટેની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૩ નાં રોજ બપોરના ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.…

Read More

ગીર સોમનાથમાં સમર કોચિંગ કેમ્પ –૨૦૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ કચેરી દ્વારા તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી ગીર સોમનાથ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે તાલુકા/જિલ્લા કક્ષા બિન નિવાસી વિવિધ રમતોના સમર કોચિંગ કેમ્પનું આયોજન થનાર છે. જેમાં સવારે ૦૭ થી ૦૯ વાગ્યા સુધી વિવિધ રમતોના તજજ્ઞો દ્વારા સુદ્રઢ તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષા નંબર પ્રાપ્ત કરેલ હોય તથા રાજ્યકક્ષાએ ભાગ લીધેલ હોય તેવા ૦૯ થી૧૭ વર્ષના પ્રતિભાશાળી ખેલાડી ભાગ લઇ શકશે. આ કેમ્પની વધુ માહિતી માટે જયેશ.પી. ગોહિલ મો. ૯૨૨૮૧…

Read More

એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            જનતાના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે તે માટે જિલ્લાનાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને દરેક વિભાગનાં અધિકારીઓ સાથે ગીર સોમનાથ કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ, ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના બંધિત પ્રશ્નો અંગે ચર્ચા તથા જનપ્રતિનિધિઓએ તાલુકા તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ રજૂઆતો અંગે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને તમામ પ્રશ્નોનો ઝડપી અને સુનિયોજીત પદ્ધતિથી ઉકેલ લાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે બિનઅધિકૃત દબાણ, પાર્કિગની મુશ્કેલીઓ, નવા દબાણ થતા…

Read More

મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાંથી મેલેરિયા નાબૂદી અંગે લેવાયેલા પગલાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે મુખ્ય મેલેરિયા અધિકારી રાદડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પોલીસતંત્ર, વહીવટીતંત્ર, ઉદ્યોગ, શહેરી વિકાસ વિભાગ, બાંધકામ, શિક્ષણ વિભાગ, સિંચાઈ વિભાગ (પંચાયત તથા સ્ટેટ), કૃષિ અને સહકાર વિભાગ, નગરપાલિકા, પંચાયત વિભાગ તેમજ ખાણખનિજ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતાં અને મચ્છરજન્ય રોગ મેલેરિયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા અંગે માહિતી આપી વાહક મચ્છરનો…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એકટ અન્વયે જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ               ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સલાહકાર સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં નવા રિન્યુઅલ રજીસ્ટ્રેશન, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ દ્વારા કરવામાં આવેલા ક્લિનિકલ ઈન્સ્પેક્શન, પી.સી.પીએનડીટી એકટ-૧૯૯૪ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલા વિવિધ ચુકાદાઓ/પરિપત્રોના અમલીકરણ, જિલ્લામાં ગર્ભ પરીક્ષણ અટકાવવા માટે નાગરિકોમાં જાગૃતિ વધારવા શું પગલાંઓ લઈ શકાય? જેવા મુદ્દાઓ સહિત આઈ.ઈ.સી અને જિલ્લાના સેક્સરેશિયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. “ગર્ભ પરીક્ષણ…

Read More