હિન્દ ન્યુઝ, માંગરોલ મોટામિયાં માંગરોલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ શાળાના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનાં ઉપપ્રમુખ જનાબ મેમાન ઈબ્રાહીમ ટ્રસ્ટી મંડળના સભ્યો રાવત મોહમદ, રાવત ઈસ્માઈલ સાહેબ અને મેમાન અસ્લમભાઇ તથા શાળાના આચાર્યા શ્રીમતી પ્રતિભાબેન વાસંદીયા, ઉપાચાર્ય પાંડોર સલીમ તથા શાળાના શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થી શેખ સાહિલ હુશેન દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી. સમારોહમાં વાર્ષિક પરીક્ષા, ઈત્તર પ્રવૃત્તિઓ અને રમતોત્સવમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના…
Read MoreDay: April 1, 2023
માધવપુર ઘેડના મેળામાં સહકાર અને ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિવિધ પ્રદેશના કારીગરો સાથે સાધ્યો સંવાદ
હિન્દ ન્યુઝ, પોરબંદર એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે શરૂ થયેલ માધવપુર મેળા ૨૦૨૩ના બીજા દિવસે રાજ્યકક્ષાના સહકાર અને ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા માધવપુરના ઘેડના મેળાની મુલાકાત લીધી હતી. અને મેળામાં આવેલા વિવિધ પ્રદેશના સ્ટોલના કારીગરો સાથે સ્ટોલ પર જઈને સંવાદ કર્યો હતો. આ તકે સ્ટોલ ધારકોએ મંત્રીનું સ્વાગત કરી પ્રદેશ પહેરવેશ, સંસ્કૃતિની જાણકારી આપી હતી. આ ઉપરાંત મંત્રીએ કામદારો સાથે બેસીને વણાટ કામ, કચ્છના સંગીતમાં પણ સહભાગી થયા હતા.
Read Moreપોરબંદરની બાલુબા શાળામાંઆસામના વિદ્યાર્થીઓએ ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો બધા વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ અને ગરબાના તાલે રમ્યા
હિન્દ ન્યુઝ, પોરબંદર માધવપુર ઘેડના મેળામાં આવેલા આસામના વિદ્યાર્થીઓએ ગુજરાતના ગરબા રમી ગુજરાત અને આસામની સંસ્કૃતિના સમન્વય સાથે અનેરા આનંદનો અનુભવ કર્યો હતો. આ સાથે બાલૂબા શાળાની વિદ્યાર્થીઓએ આસામનું લોકપ્રિય બિહુ નૃત્ય કરી કર્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર પોરબંદર જિલ્લામાં ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતની ભાતીગળ પરંપરાગત સંસ્કૃતિનું સમન્વય થઈ રહ્યું છે. આ કાર્યક્રમ પોરબંદરની બાલુબા વિદ્યાલયમાં યોજાયો હતો. કાર્યક્રમમાં આસામના વિદ્યાર્થીઓએ આસામનો લોકપ્રિય બિહુ નૃત્ય કર્યું હતું તથા ગુજરાતી ગરબાના સ્ટેપ લીધા હતા.આ ઉપરાંત બાલુભા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ગરબા અને…
Read Moreમાધવપુરના મેળામાં હસ્તકળા હાટ થકી પોતાના ઉત્પાદનના વેંચાણ અર્થે આવેલ કારીગરોએ સરકારના આયોજનને બિરદાવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા માધવપુર ખાતે યોજાયેલ મેળામાં આસામ, નાગલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ સહિત વિવિધ રાજ્યો તથા પ્રદેશોના વેપારીઓના ઉત્પાદનોને વેગ મળે તેમજ આ ઉત્પાદનો સરળતાથી લોકો સુધી પહોંચે તે માટે હસ્તકળા હાટનું નિર્માણ કરવામાં આવ્યું છે જયાં પોતાના ઉત્પાદનોના વેંચાણ અર્થે આવેલ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વેપારીઓએ સુંદર વ્યવસ્થા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સાથે સાથે તેઓના ઉત્પાદનને નવી ઓળખ અને ઊંચાઈ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. આવા જ નાગલેન્ડના વેપારી શો ક્વોલો પોતાનો પ્રતિભાવ આપતાં જણાવે છે કે ગુજરાત સરકારે…
Read Moreઓટિઝમપીડિત બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બનતી સુરતની માતા
હિન્દ ન્યુઝ, સુરત ઓટિઝમ સામે લડવામાં ધીરજ, પ્રેમ અને વાત્સલ્યભાવ એ રામબાણ ઇલાજ છે, જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં રહેતા ઓટિઝમપીડિત ૭ વર્ષીય સાગર અને માતા વિભાબેન (નામ બદલ્યા છે)એ પૂરૂ પાડ્યું છે. તેઓ પોતાના ઓટીસ્ટ બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બન્યા છે. માતા વિભાબેને ઓટિઝમ પીડિત બાળકની માતા હોવું એ ક્ષણેક્ષણ મુશ્કેલીભર્યા જીવનનો અનુભવ કરાવનારી સ્થિતિ છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નોર્મલ ડિલીવરીથી મારા બાળકનો જન્મ થયો હતો, બાળક તંદુરસ્ત હતું. શરૂઆતના બધા જ લક્ષણો સામાન્ય બાળક જેવા જ હતા. સવા વર્ષની ઉંમરે અતિશય તાવ…
Read Moreસુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૬ ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા
હિન્દ ન્યુઝ, સુરત સમગ્ર વિશ્વભરમાં તા.૨જી એપ્રિલને ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨ એપ્રિલ-૨૦૨૩ના રોજ ૧૬મો ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ છે. ડિસેમ્બર ૨૦૦૭માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પસાર કરેલા એક ઠરાવ મુજબ વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨ એપ્રિલને “વિશ્વ ઓટિઝમ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. જેનો હેતુ ઓટિઝમ અને સંબંધિત સંશોધન અને નિદાન અને ઓટિઝમ ધરાવતા બાળકો-લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઓટિઝમ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી માનસિક સ્થિતિ છે, જેમાં બાળક સામાન્ય લાગે, પરંતુ તે આત્મકેન્દ્રી અને ‘સ્વ’માં જ જીવતો હોય તેવું લાગે. એટલે કે ‘નજર સામે, પણ પહોંચની…
Read Moreमुखिया प्रतिनिधि मोहम्मद तबरेज़ ने खोजी कुत्ते के द्वारा चोरो को पकड़ने की मांग अनुमंडल पुलिस अधीक्षक से किया
हिन्द न्यूज, बिहार गया जिला के नीमचक बथानी थाना क्षेत्र के ग्राम बंडी में मोहम्मद तबरेज के बंद घर में अज्ञात चोरों के द्वारा मुख्य दरवाजा के ताला तोड़कर नगद सहित जेवर और लाखों की सामान चोरी कर ली गई इसकी जानकारी गांव वालों ने मोहम्मद तबरेज को दिया के इसके उपरांत जब मोहम्मद तबरेज अपने घर की ओर गए तो अपने घर का दरवाजा का ताला टूटा हुआ पाया और घर का दरवाजा खुला हुआ है और घर के सारे सामान बिखरे पड़े हैं लोगों का कहना है कि…
Read Moreનોખાણીયા ફાયરીંગ બટ પર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલ ફિલ્ડ રેંજ નોખાણીયા ફાયરીંગ બટ ઉપર ૩૦મી એપ્રિલ-૨૦૨૩ સુધી પોલીસ અધિક્ષક પશ્ચિમ-કચ્છ-ભુજ દ્વારા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું વાર્ષિક ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreમુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકોની તદન હંગામી ધોરણે જગ્યા ભરાશે
હિન્દ ન્યુઝ, ભુજ મુન્દ્રા તાલુકાની શારદામંદિર પ્રા.શાળા-મુન્દ્રા, ગોયેરસમા વાડી પ્રા.શાળા, મોખા પ્રા.શાળા, વાઘુરા પ્રા.શાળા, પાવડીયારા પ્રા.શાળા, કુકડસર પ્રા.શાળા, બોરાણા પ્રા.શાળા, બાબીયા પ્રા.શાળા, ડેપા પ્રા.શાળા, કુવાઇ પ્રા.શાળા, નાના કપાયા વાડી પ્રા.શાળા, મોટી ભુજપુર વાંકરાઇવાડી પ્રા.શાળા, મંગરા આનંદવાડી પ્રાથિમક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ના સત્ર માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલકની જગ્યાઓ તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટેનું નિયત ફોર્મ મામલતદાર કચેરી, મુન્દ્રા ખાતેથી મેળવીને તા.૧૦/૪/૨૦૨૩ સુધીમાં મળે તે રીતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવી વધુ વિગતો માટે મામલતદાર કચેરી-મુન્દ્રાનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Read Moreજી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભુજ ગાંધીનગર ખાતે ૩૦ માર્ચથી ૧ એપ્રિલ સુધી પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ આયોજન કરાયું છે. જે અનુસંધાને વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યો ૧ એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે પધાર્યા હતા. પ્રતિનિધિઓ સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની જી-૨૦ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફિલ્ડ વિઝીટના ભાગરૂપે મુલાકાત લીધી હતી. કચ્છની ધરતી…
Read More