માંગરોલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, માંગરોલ

            મોટામિયાં માંગરોલ કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ શાળાના સેન્ટ્રલ હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાનાં ઉપપ્રમુખ જનાબ મેમાન ઈબ્રાહીમ ટ્રસ્ટી મંડળના સભ્યો રાવત મોહમદ, રાવત ઈસ્માઈલ સાહેબ અને મેમાન અસ્લમભાઇ તથા શાળાના આચાર્યા શ્રીમતી પ્રતિભાબેન વાસંદીયા, ઉપાચાર્ય પાંડોર સલીમ તથા શાળાના શિક્ષક ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થી શેખ સાહિલ હુશેન દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી. સમારોહમાં વાર્ષિક પરીક્ષા, ઈત્તર પ્રવૃત્તિઓ અને રમતોત્સવમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય તેમજ પ્રોત્સાહન મળી રહે તે હેતુસર સંસ્થા તરફથી ઉપસ્થિત મહાનુભવો દ્વારા ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શાળાના ગણિત – વિજ્ઞાન શિક્ષક શેખ મહંમદસાબીર કર્યું હતું.

રિપોર્ટર : આસિફ બેલીમ, માંગરોલ (સુરત)

Related posts

Leave a Comment