સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા રાજ્ય સરકારનાં ૧૦૦ દિવસના કામો અંગેની પુસ્તિકાનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ છેવાડાનાં લોકો સુધી સરકારની તમામ યોજનાઓના લાભની માહિતી મળી રહે તે માટેનો છે.

Read More

બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ મેળવવા અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાનાં બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવાકે અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવાકે આંબા,લીંબુ,જામફળ,દાડમ,સીતાફળ, વગેરેમાં સહાય, શાકભાજી/ફળ પાકોના હાઇબ્રીડ બિયારણ ખરીદવા સહાય, ફૂલ પાકો (છૂટા,કંદ,દાંડી ફૂલ) તથા ઔષધિય પાકો તથા સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, સરગવા પાકના વાવેતર માટે સહાય, ટીસ્યુંકલ્ચર ખારેક,કેળ, અને પપૈયાની ખેતીમાં સહાય, વેલવાળા શાકભાજી પાકો માટે અર્ધપાકા,પાકા અને કાચા મડંપ માટે સહાય, કમલમ ફળ વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર…

Read More

સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ નિવારણ, શૂન્ય આવક અને અપરિણિત હોવાનું પ્રમાણપત્ર મળ્યા : ત્રિલોકસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સિટી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દેસાઈનગરના રહેવાસી ત્રિલોક્ષી ત્રિલોકસિંહ ચુડાસમાના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ તકે ત્રિલોકસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ દેસાઈનગરમાં રહે છે અને શૂન્ય આવકનો દાખલો તેમજ અપરિણીત હોવાનું પ્રમાણપત્ર તેઓને આપવામાં આવ્યું હતું. આમ, તેમના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ થકી તેઓના પ્રશ્નનું ખૂબ જ ઝડપી નિરાકરણ આવતા તેઓએ સ્વાગત કાર્યક્રમ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

Read More

ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર સિટી મામલતદાર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલના અધ્યક્ષપદે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો. સિટી સ્વાગત કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિક નિવાસી કલેકટર દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. દરેક અરજદાર સાથે વાત કરીને તેઓના પ્રશ્નો સાંભળવામાં આવી હતા તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ… જેને ‘સ્વાગત’ (State Wide Attention On Grievances By Application Of…

Read More

આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોવાથી આર.ટી.ઓ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરીકો પોતાના કામ માટે આવતા હોય છે. તાજેતરમાં આર.ટી.ઓ કચેરીમાં કેટલાક ઈસમો દ્વારા નાગરીકોને ભોળવીને લલચાવીને ગેરમાર્ગે દોરીને અનઅધિકૃત કામ કરાવી આપવાનું બહાનું કરીને નાગરીકોના નાણા પડાવતા અને છેતરતા હોવા અંગેની ફરીયાદો મળેલ છે. તેથી ભાવનગર શહેરમાં આવેલ આર.ટી.ઓ. કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરીકોના હીત માટે થઈને નાગરીકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત…

Read More

ભાવનગરમાં ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર દર વર્ષ ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિલ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નક્કી કરવામાં આવેલ છે. મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. મેલેરિયાએ માદા મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે છે. એનોફીલીસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકતા હોવાથી ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સીમેન્ટના ટાંકા-ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીયે ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રિય, ફોરવ્હિલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીરસોમનાથ દ્વારા દ્વિ-ચક્રિય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,Q,R,AB,AC તથા ફોરવ્હિલ વાહનની ચાલુ સીરીઝ GJ32K,AA ટ્રાન્સપોર્ટ વાહનની ચાલુ સીરીઝ GJ32V સીરીઝની દ્રિ-ચક્રિય અને ફોર વ્હિલ વાહનોના બાકી રહેલ ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટેની હરાજી તા.01/05/2023 ના રોજ ખોલવામા આવશે. ઇચ્છુક વાહન માલીકોએ વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. જેમા હરાજીની તા.25-04-૨૦૨૩ ૪:૦૦P.M થી તા.27-04-૨૦૨૩ ૩:૫૯ P.M.સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે.તેમજ તા.27-04-૨૦૨૩ ૪:૦૦P.M થીતા.29-04-૨૦૨૩ ૪:૦૦P.M નારોજ AUCTION નું બિડિંગ ઓપન થશે.અને તા.01-04-૨૦૨૩ના રોજ ખોલવામા આવશે.       નોધનીય છેકે જે વાહન માલીક દ્રારા CAN ફોર્મ ભરેલ હશે.તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી…

Read More

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે પોલીસ અધિક્ષક કચેરી ઈણાજ ખાતે થયું અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન, ઈણાજ ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તેવા હેતુસર ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે અદ્યતન જીમ્નેશિયમનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ જીમનું નિર્માણ HPCL-LNG લિમિટેડ કોડીનારના સહયોગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત આ જીમમાં ગુજરાત પોલીસ દ્વારા બે એ.સી, મિરર, સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ, ચેન્જરૂમ સહિતની સુવિધાઓ પણ કાર્યરત કરાઈ છે. આ જીમ ટ્રેડમિલ, ડમ્બેલ્સ, મલ્ટી ફંક્શનલ મશીન, રોપ કેબલ વગેરે જેવા ૨૦ અદ્યતન સાધનોથી સજ્જ છે. આ જીમની યોગ્ય રીતે જાળવણી થાય અને પદ્ધતિસર તેનો ઉપયોગ થાય…

Read More

સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિને ઉજાગર કરે છે હસ્તકળા પ્રદર્શની

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી હસ્તકલા પ્રદર્શનીની કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિમંત્રી અર્જુનરામ મેઘવાલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. તેઓએ ગુજરાત-તમિલનાડુના ૬૫ જેટલા હસ્તકલાના કારીગરોના કસબના વૈભવરૂપ એવા કલાત્મક સર્જનો અને ચીજવસ્તુઓને રસપૂર્વક નિહાળી નિરીક્ષણ કર્યું હતું.     સમુદ્ર દર્શન પથ નજીક આયોજિત આ હસ્તકળા પ્રદર્શનીની મુલાકાત દરમિયાન મંત્રીઓએ વિવિઘ કલાત્મક વસ્તુઓ અંગે વિગતવાર માહિતી મેળવી હસ્તકળાના કારીગરો સાથે સંવાદ કરવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મેઘવાલે  વણાટના હાથસાળ મશીન પર બેસી પરંપરાગત રીતે થતા વણાટ કામની બારિકાઈઓ સમજી હતી.…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધ્વજારોપણ કર્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગૃહરાજ્ય મંત્રીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. તેમણે રેન્જ આઈ. જી. મયંકસિંહ ચાવડા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાથે વિધિવત રીતે ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. મહાપુજા બાદ ગૃહ રાજ્યમંત્રીએ ધજા સાથે મંદિર પ્રદક્ષિણા કરી સ્કૂલ પોલીસ કેડેટના બાળકો સાથે ધજા ચડાવી હતી અને શિખર પર ધજાના દર્શન કર્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, અગ્રણી…

Read More