વેરાવળના ભાલકાતીર્થ ખાતે સ્થાપિત એફ એમ ટ્રાન્સમીટરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ વર્ચ્યુઅલ લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રેડિયોના માધ્યમથી શ્રોતાઓ અને સ્થાનિક જનતા મનોરંજન, માહિતી, સમાચાર તથા સૂચનાઓનો મહતમ લાભ મેળવી શકે તેવા શુભહેતુથી સમગ્ર ભારતમાં અંદાજે ૧૦૦ વોટના કુલ ૯૧ એફ.એમ ટ્રાન્સમીટર્સનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ભાલકાતીર્થ ખાતે ૧૦૦.૧૦ Mhz ફ્રિકવન્સી ધરાવતા એફએમ ટ્રાન્સમીટરનો પણ સમાવેશ થાય છે. આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં પ્રસારભારતી અને આકાશવાણી દ્વારા નેશનલ બ્રોડકાસ્ટર તરીકે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ. એમ ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં વેરાવળમાં ૧૦૦.૧૦ Mhz ફ્રિકવન્સી દ્વારા સ્થાનિક…

Read More

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ ૨૭.૦૪.૨૦૨૩ થી તા.૩૦.૦૪.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તારીખ ૨૭.૦૪.૨૦૨૩ થી તા.૩૦.૦૪.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ’

હિન્દ ન્યુઝ,ગીર-સોમનાથ              સ્વાગત કાર્યક્રમનાં ૨૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમને બે દાયકા  પૂર્ણ થતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ અને સ્વાગત કાર્યક્રમની યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરજદારઓને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સાંભળ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અને તેમના પ્રશ્નો સંદર્ભે નિરાકરણ આપ્યુ હતુ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાગત કાર્યક્રમ વિશે ક્હ્યું કે એક નાના બીજથી વટવૃક્ષ બનેલા આ કાર્યક્રમની સફળતા પાછળ ખરેખર ગુજરાતના જાગૃત નાગરિકોને…

Read More