હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ ખાતે અભ્યાસ કરતા ભૂલકાઓ માટે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના નિયામક દ્વારા રાજ્યના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીઓને આપવામાં આવેલ સૂચના મુજબ દર શનિવારે ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકો માટે “બેગલેસ ડે” અને “આનંદદાયી શનિવાર”ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ મુજબ આણંદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓ ના ધોરણ ૦૧ થી ૦૮ ના બાળકોના મનો શારીરિક વિકાસ તેમજ રમત ગમત,…
Read MoreCategory: Education
સપ્તાહમાં એકવાર હવે બાળકો પણ કહેશે શિક્ષણ બોજ નથી, દફતરનો ખભે ભાર નહી, રમત-ગમત-યોગ અને મેદાની કરવાની મઝા છે
હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લઇ શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ કરી એક નવી દિશા બાળકોને આપી છે. આ પહેલ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં હવે દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને બેગ અને પાઠ્યપુસ્તક વિના અભ્યાસનો રસપ્રદ અનુભવ કરાવવાનો છે. કાયમી બોજમાંથી એક દિવસ મુક્ત મળે હળવા ફૂલ થઇને હોશે હોશે શાળા જવાનો દિવસ. નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના નેતૃત્વમાં તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ બેગલેસ ડે ની…
Read Moreસાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની સુપ્રસિદ્ધ અને નવ દાયકા જૂની શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯ અને ૧૧ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં આયોજિત આ સમારોહમાં દીકરીઓને શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન, સાંસદ અને અન્ય મહેમાનોના હસ્તે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ મેળવનાર દીકરીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મ આપીને શાળામાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ ૯ થી ૧૨માં પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ, જિલ્લાને મળ્યા ૩૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૭ જેટલા નવનિયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ ખાતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા સોમનાથ જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ફાળવણી કરેલા ૩૭ શિક્ષણ સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરાયા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચાએ નવનિયુક્ત શિક્ષકોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, શિક્ષણ એ સતત શીખતા…
Read Moreજવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં પ્રવેશ માટે ૨૯ જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઇ, ૨૦૨૫ રહેશે. પ્રવેશ પ્રક્રીયા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫, સમય ૧૦.૦૦ કલાક યોજાશે. https://cbseitms.rcil.gov.in/nvs/index/registration પર ફોર્મ ભરી શકાશે. ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્ય વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર- ૯૮૭૯૧૯૨૦૩૯ પર સંપર્ક કરી શકશે તેવું જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના આચાર્યની અખબાર યાદીમાં જણાવાયું છે.
Read Moreબોટાદ જિલ્લામાં ૧૯૮ પ્રાથમિક શાળાઓમા અને ૭૩ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા
“જ્ઞાનના ઊજાસે પ્રકાશિત થયેલો ત્રિદિવસીય મહોત્સવ” હિન્દ ન્યુઝ, બોટાદ તા. ૨૬થી ૨૮ જૂન કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૯૮ પ્રાથમિક શાળાઓમા અને ૭૩ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓના વાલીઓ અને એસ.એમ.સી./એસ.એમ.ડી.સી.ના સભ્યો, ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યઓ દ્વારા કાર્યક્રમો શોભાયમાન કરાયા હતા. જે અન્વયે ૨૫૪૮ જેટલા SMC/SMDCના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આંગણવાડી / બાલમંદિરમાં નામાંકન થયેલા બાળકોની…
Read Moreરાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવતા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિને રાણપુર તાલુકાના દેવળીયા ગામ ખાતે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ વિદ્યાર્થીઓને ગણવેશ અને પાઠયપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો. તેમજ પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ દરમ્યાન મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય વિવિધ વિભાગના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ નવ નિર્માણ પામેલા ૦૩ મનરેગા મોડલ આંગણવાડી નંદઘર, અને ૦૧, મનરેગા ગ્રામ તલાટી આવાસ સુવિધા સાથે પંચાયત ઘરના ૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલા કામો લોકાપર્ણ કરવામાં આવ્યા હતા. …
Read Moreકન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ત્રીજો દિવસ
હિન્દ ન્યુઝ, બોટાદ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે સ્વામિનારાયણ હાઇસ્કુલ-લાઠીદડ, શ્રી કન્યા વિદ્યાલય-લાઠીદડ ખાતે લાઠીદડ ક્લસ્ટરના ઢીંકવાડી ગામ ખાતે બોટાદ શહેરના મામલતદાર એમ.એમ. પરમારના અધ્યક્ષ પદે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને વિવિધ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના, તેમજ સમાજ ઉપયોગી વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી. આ પ્રસંગે…
Read Moreશાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે હરીપર ગામ ખાતે નાણાં વિભાગ -ગાંધીનગરના નાયબ સચિવ દિનેશકુમાર બી. નિમાવતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો
શાળા પ્રવેશોત્સવ – સમાજોત્સવ બોટાદ હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે હરીપર ગામ ખાતે નાણાં વિભાગ -ગાંધીનગરના નાયબ સચિવશ્રી દિનેશકુમાર બી. નિમાવતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ ૧ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા. કાર્યક્રમ…
Read Moreબોટાદ શહેરના મામલતદારની અધ્યક્ષતામાં પાટી ક્લસ્ટરની શાળાઓમાં પ્રવેશ ઉત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત દ્વિતિય દિવસે બોટાદ શહેરના મામલતદાર એમ. એમ. પરમારના અધ્યક્ષ સ્થાને પાટી ક્લસ્ટરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. મામલતદારએ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનનો દીપ પ્રગટાવ્યો હતો. આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અધિકારીએ દ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જળ ભવિષ્યના નિર્માણ માટે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો, આચાર્ય – શિક્ષકો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
Read More