હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૯૯-મહુવા, ૧૦૦-તળાજા, ૧૦૧-ગારીયાધાર, ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતદાર વિભાગમાં કુલ ૪૯ મતદાન મથકો ”ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે. ૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૧ મહુવા-૨૫, ૧૨૩ મહુવા-૨૭, ૧૨૫ મહુવા-૨૯,૧૩૮ મહુવા-૪૨, ૧૩૯ મહુવા-૪૩,…
Read MoreCategory: Politics
ગીર સોમનાથઃ સોરઠની શાન સમા સિંહના મ્હોરાઓ પહેરી વિદ્યાર્થીઓએ આપ્યો મતદાર જાગૃતિનો સંદેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતી આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઈણાજ અને આસપાસની સ્કૂલના ૪૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મહોરાઓ પહેરીને ‘મારૂ મત, મારૂ ભવિષ્ય’ તેમજ ‘હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો’ તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો એવી અપીલ…
Read Moreલોકશાહીના પર્વને બળવતર બનાવવા વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી પંચ જહેમત લઈ રહ્યું છે ત્યારે ”વોટ આપવાનું ભૂલશો નહીં” તેમજ ”હું મતદાન કરીશ” ના પોસ્ટરો શહેરનાં અનેક સ્થળોએ લગાવવામાં આવ્યા છે. ”વોટ આપવાનું ભૂલશો નહી” તા. ૧ ડિસેમ્બર ૨૦૨૨ આ શબ્દ અલંકારીક રીતે યાદ રહી જાય એ હેતુ થી વિરોધાભાસ દર્શાવીને મતદારોને વોટ કરવા માટેની અપીલ કરવામાં આવી છે શહેરની વિવિધ સરકારી ઓફિસોમાં જેમકે કલેક્ટર ઓફિસ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે ”હું મતદાન કરીશ”ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે આ કચેરીઓમાં અરજદારો દરરોજ…
Read Moreતા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ૯૨-કોડીનાર વિધાનસભા બેઠકના નામાંકન પત્રો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ૯૨-કોડીનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૯૨-કોડીનાર ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ દ્વારા ૦૫/૧૧/૨૦૨૨ના રોજ આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ, પ્રથમ માળ, રૂમ નંબર ૨૪૪, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ઈણાજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૯૨-કોડીનાર (અ.જા) મતદાર વિભાગ અને મામલતદારશ્રી, કોડીનાર, મામલતદાર કચેરી, કોડીનાર સમક્ષ તા.૦૫/૧૧/૨૦૨૨થી ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા…
Read More૯૦-સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે સોમનાથ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા. ૦૫: ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વેરાવળ દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ સમક્ષ ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી…
Read Moreવિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિઘ્ધ કરી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-ર૦રર વખતે રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચુંટણીને લગતા ચોપાનીયા, ભિતપત્રો વિગેરે છપાવવામાં આવે ત્યારે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯પ૧ની કલમ-૧ર૭-કની જોગવાઈ મુજબ નીચે મુજબની સુચનાનો આપે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. કોઈપણ વ્યકિત જેના પર તેનાં મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય તેવી ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિઘ્ધ કરાવી શકશેનહીં. કોઈપણ વ્યકિત ચુંટણીને લગતા ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત…
Read More૦૬-રાપર વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભચાઉ-કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૦૬-રાપર વિધાનસભા મતદાર વિભાગ, રાપર તાલુકા દ્વારા મામલતદાર કચેરી, ડાભુંડા રોડ, રાપર-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રથમ માળે, પ્રાંત કચેરી, ભચાઉ-કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જરૂરિયાત ઉપસ્થિત થયે મતદાનતા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦…
Read More૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧ કલાક થી બપોરના ૧૫ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૦૫-ગાંધીધામ (અ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, નખત્રાણા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર-૧/એ, ગાંધીધામ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર, ગાંધીધામ તાલુકા દ્વારા મામલતદાર કચેરી, કચ્છ કલા રોડ, સેકટર ૧/એ, ગાંધીધામ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મતદાન…
Read More૧-અબડાસા વિધાનસભા સામાન્ય-૨૦૨૨ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યૂઝ, ભુજ ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસાને, તેમની પ્રાંત કચેરી, અબડાસા, નાયબ કલેકટરની કચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧-અબડાસા, નાયબ કલેકટરની કચેરી, ગ્રાઉન્ડ ફલોર, નલીયા તા.અબડાસા ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૧-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, અબડાસા, નાયબ કલેકટરનીકચેરી, પ્રથમ માળે, નલીયા, તા.અબડાસા જિ.કચ્છ ખાતે હાથ ધરવામાં આવશે. તા.૧૭/૧૧/૨૦૨૨ના રોજ…
Read More૩-ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભુજ ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારી પત્રો તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચુંટણી અધિકારી, ૩-ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ભુજને, તેમની પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, ભુજ તાલુકાને, પ્રાંત કચેરી, સી-વિંગ, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે સ્વીકારવામાં આવશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨(મંગળવાર)ના રોજ ૧૧-૦૦ વાગ્યે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, માંડવી રોડ, ભુજ-કચ્છ ખાતે હાથ ધરવામાં…
Read More