આગામી દિવસોમાં તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, તાપી       આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની પૂર્વતૈયારીની સમીક્ષાના ભાગરૂપે ચુંટણીલક્ષી કામગીરીના નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે નોડલ અધિકારીઓની નિમંણુક કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક જિલ્લા ચુંટણી અધિકારી આર. આર. બોરડની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા તંત્રના અમલીકરણ અધિકારી અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત પીણાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ      રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ચૂંટણી દરમિયાન દારૂ પી, દંગા ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્ય પ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલીક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવ્યું છે…

Read More

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા. ૧૩/૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે.  આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ…

Read More

ચૂંટણી દરમિયાન વાહનોના દુર્પયોગ પર નિયમન કરવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા.૨૨/૦૬/૨૦૨૫નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર…

Read More

ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્દણ પર નિયંત્રણ મુકવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ       રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૨/૦૬/૨૦૨૫ તેમજ ગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્દણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ-૩૭(૧)(એફ)થી તેમને મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે,  કોઈપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા…

Read More

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હિન્દ ન્યુઝ, જામનગર                  રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને…

Read More

મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર                    જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ-૮-જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ-૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.૧૬-૨-૨૦૨૫ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી…

Read More

આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ અને ઉમરેઠ અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠકની સામાન્ય ચૂંટણી

હિન્દ ન્યુઝ, આણંદ              રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ તા. ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની…

Read More

ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર             ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા તથા મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવા રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન અને મતગણતરીના દિવસોએ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે તેમજ કલેકટર કચેરી, ભાવનગર ખાતે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કલેકટર કચેરી, ભાવનગર ખાતેના કન્ટ્રોલ રૂમના ટેલીફોન નંબર : ૦૨૭૮-૨૪૨૦૩૦૫ તથા ઇ-મેલ એડ્રેસ : secbav@gmail.com છે.          આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રીઓના ટેલીફોન નંબરો…

Read More

નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લગતા ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું 

હિન્દ ન્યુઝ, જામનગર    જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીના મતદાનના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા…

Read More