મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મોરબી      મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૨૬/૧૧/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૬/૧૧/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૮/૧૧/૨૦૨૪ થી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં http://www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા…

Read More

તા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, સુરત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં મળી હતી.               તા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લામાં વ્યકિતગત તથા સામુદાયિક શૌચાલયોની ઉપયોગીતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોના સરપંચોને હજીરાના સરપંચ મધુબેન રાઠોડ, વાસવાના સરપંચ કૈલાસબેન રાઠોડ, બરબોધનના સરપંચ દિશાંત પટેલ તથા સેવણીના અશોકભાઈ રાઠોડનું જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન તથા વ્યકિતગત શૌચાલયના મજુરીપત્રો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.                બેઠકમાં…

Read More

સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે

હિન્દ ન્યુઝ, સુરત     સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RN, GJ05RP, GJ05RQ, GJ05RS, GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RX, GJ05RY, GJ05RZનું રિ-ઓક્શન થશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૨૬ થી ૨૮ નવેમ્બર સુધી અને હરાજી તા. ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.                   પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર…

Read More

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષસ્થાને સુરત શહેર-જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ૧૦૦ % વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ પ્રસ્થાપિત કરવાના આયોજન માટે બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત     સુરત શહેર-જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ૧૦૦% વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવા અંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. કેન્દ્ર સરકારના જળશકિત મંત્રાલયના નિર્દેશ અનુસાર જિલ્લા કલેકટરએ તા.૧૫થી તા.૩૧ ડિસેમ્બર દરમિયાન તમામ કચેરીઓમાં જળસંચયના ટ્રકચર્સ ઊભા કરવા અધિકારીઓને સુચના આપી હતી.                   આગામી બે દિવસમાં સરકારી કચેરીઓની તમામ મિલકતોનું સર્વેક્ષણ કરીને જરૂરી માહિતી એકત્ર કરવા કરીને સરકારી મિલકતોમાં વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ પુર્ણ કરી તા.૩૧ ડિસેમ્બર સુધી કામગીરીનો ડેટા ફોટો સાથે પોર્ટલ પર અપલોડ કરવાની…

Read More

જામજોધપુર તાલુકાના ગીંગણી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડાયાબીટીસ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     વિશ્વમાં ૧૪ નવેમ્બરના રોજ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને વિડિઓ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર માનસી જયપાલ દ્વારા ગ્રામજનોને ડાયાબિટીસ રોગ વિષે વિડીયો તેમજ બેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડાયાબીટીસ એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે, તેવું મીઠું અને ખાંડનો…

Read More

એશિયા પેસિફિક મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારની પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા અને એશિયા પેસિફિક મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ બેંગકોક ખાતે યોજાનાર છે. તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે.મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટે આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે. ભારતમાંથી એકમાત્ર વડોદરા તાલુકા પંચાયત પ્રમુખની આ માટે નિમણૂક કરવામાં આવતા વડોદરા જ નહીં ગુજરાત માટે પણ ગૌરવની વાત છે. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ પણ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને…

Read More

રાજકોટનાં મવડી વિસ્તારમાં તા.૧૪ થી ૨૮ નવેમ્બર પંદર દિવસ માટે યોગ શિબિરનુ આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પૂજ્ય રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ આનંદ નગર તથા સરદાર વલ્લભભાઈ પટેલ ભવન માયાણી ચોક મવડી વિસ્તારમાં તા.૧૪ થી ૨૮ નવેમ્બર પંદર દિવસ માટે યોગ શિબિરનુ આયોજન કરાયુ છે. બંને યોગ શિબિરમાં નિષ્ણાંતો દ્વારા કેવી રીતે ડાયાબિટીસથી શરીરને મુક્ત રાખી શકાય તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ડોક્ટર નિશાબેન ઠુમ્મર દ્વારા પ્રાકૃતિક આહાર, ઋતુચર્યા અને દિનચર્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. ડોક્ટર અંકિત તિવારી દ્વારા પ્રાકૃતિક આહાર દ્વારા ડાયાબિટીસ મુક્તિ માટે ફળ આહાર તેમજ નિદ્રા અને…

Read More

ડીસ્ટ્રિકટ ટ્રાફીક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી,સુરત દ્વારા “વિશ્વ અકસ્માત સંભારણાં દિવસ-૨૦૨૪” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત વિશ્વમાં દરવર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં મરણ પામેલા લોકોને યાદ કરી તેઓના પરિવાર જનોનોને સાથે આરટીઓ પાલ સુરત કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોડ અકસ્માતમાં કેન્ડલ પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી એમ. એસ.શેખે રોડ અકસ્માતની વિગતો આપતા જણાવ્યું હતું કે,સમગ્ર ભારત દેશમાં અકસ્માતથી વર્ષ ૨૦૨૩માં  4,63,000 અકસ્માત નોંધાયા હતા અને ૧૭૩૦૦૦ લોકોના રોડ અકસ્માતમાં મૃત્યું થયા હતા. સુરત શહેર અને ગ્રામ્યમાં ૨૭૩૦ વ્યકિતઓના અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની વિગતો આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતી નીતાબેન ત્રિવેદી સિનિયર…

Read More

૭મી ડિસેમ્બરે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ દેશમાં દર વર્ષ ૭મી ડિસેમ્બરે “સશસ્ત્ર સેના ધ્વજ દિન” ઉજવવામા આવે છે. દેશની સુરક્ષા માટે પોતાનુ જીવન સમર્પિત કરનારા વીર સૈનિકો અને તેઓના પરિવારજનોનુ આ દિવસે અભિવાદન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ફાળો એકત્ર કરવા જિલ્લાના અધિકારીઓને અપીલ કરી હતી. સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળાની અકત્રીત થયેલ રકમ કલેક્ટર અને પ્રમુખ, એએફએફડી ફંડ એકાઉન્ટ, રાજકોટના નામનો ડ્રાફટ/ચેક તા.૧૫/૦૩/૨૦૨૫ પહેલા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી c/o માજી સૈનિક આરામ ગૃહ પોલીસ હેડ કવાર્ટરની સામે રાજકોટ મોકલી…

Read More

ભુજ ખાતે “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ      મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અમલીકરણ છે. જે અન્વયે 5 પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટર ભરતીની તૈયારી કરતી મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજ ભુજ ખાતે “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સેમિનાર બાદ શારીરિક તથા લેખિત પરીક્ષા સુધી ઉમેદવારોની…

Read More