હિન્દ ન્યુઝ, વડોદરા
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા અને એશિયા પેસિફિક મિનીસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ બેંગકોક ખાતે યોજાનાર છે. તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે.મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટે આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે. ભારતમાંથી એકમાત્ર વડોદરા તાલુકા પંચાયત પ્રમુખની આ માટે નિમણૂક કરવામાં આવતા વડોદરા જ નહીં ગુજરાત માટે પણ ગૌરવની વાત છે.
વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ પણ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓને વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળે અને મહિલા સશક્તિકરણ માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતાબેન હિરપરાએ પણ અંકિતાબેન પરમારને પુષ્પ ગુચ્છ આપી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ ગુજરાત અને વડોદરા જિલ્લાનું ખૂબ જ સારું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.