હિન્દ ન્યુઝ, અમરેલી આવતી ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વધુ ૨૫ સિલિન્ડરોની વ્યવસ્થા કરાશે અમરેલી અલ્ટ્રાટેક સિમેન્ટ, ગુજરાત સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ જાફરાબાદ દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને લઈ ઓક્સિજનની અછતને પહોંચી વળવા રાજુલા જનરલ હોસ્પિટલને ૫૦ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા. રાજુલા પ્રાંત અધિકારી કે. એસ. ડાભી તેમજ આરએમઓ શક્તિ કુમાર ખુમાણએ આ ઔદ્યોગિક સંસ્થાઓઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉમદા કાર્યમાં અલ્ટ્રાટેક સિમેન્ટ નર્મદા સિમેન્ટ વર્કસ જાફરાબાદના અધિકારી અભિજીત જૈન, પ્રશાંત મિશ્રા, રાજેન્દ્ર કુશ્વાહા, રુદ્ર ભટ્ટ તેમજ ગુજરાત સિમેન્ટ વર્કસ -કોવાયાના અધિકારી જી.જી.…
Read MoreCategory: Uncategorized
દેવભૂમિ દ્વારકામાં તા.૭ ફેબ્રુઆરીથી “મિશન ઈન્દ્રધનુષ્ય ૪.૦”નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.રાજ સુતરીયાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણથી વંચિત રહેલા બાળકો અને સગર્ભા બહેનો માટે તારીખ ૭ ફેબ્રુઆરી – ૨૦૨૨ થી સાત દિવસ સુધી “ઘનિષ્ઠ મિશન ઈન્દ્રધનુષ ૪.૦”નુંકાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલ તેમજ અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા બાળકો તથા રસીથી વંચિત રહેલ સગર્ભા મતાઓને રસીઓ આપવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય અને…
Read Moreવન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૦ કી.ગ્રા. વાસી પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા ૧૧ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ
નમુનાની કામગીરી – વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :- (૧) ચોકલેટ બ્રાઉની પેસ્ટ્રી(લુઝ): સ્થળ- સિલ્વર બેકરી & કેક શોપ, શીતલ પાર્ક, RMC વોટર ટેંક ની બાજુમાં, રેલનગર મેઇન રોડ રોડ (૨) મિક્સ દૂધ (લુઝ): સ્થળ- શ્રી ગાયત્રી ડેરી ફાર્મ – રેલનગર મેઇન રોડ રોડ ખાણી–પીણી ના ધંધાર્થિઓની ચકાસણીની વિગત :- વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા.૦૩-૦૨-૨૦૨૨ રોજ શહેરના રેલનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)અડારો ફૂડ પાર્સલ – ૧૦ કી.ગ્રા. સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ફૂડ,રાઈસ, નુડલ્સ ગ્રેવી ચટણી નાશ કરેલ તથા લાયસન્સ બાબતે નોટીસ (૨)સંત કબીર પાન & કોલડ્રિંકસ –લાયસન્સ બાબતે નોટીસ (૩)નાગબાઈ પ્રોવિઝન સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૪)શિવ શક્તિ ફ્લોર મીલ –લાયસન્સ બાબતે નોટીસ (૫) ખેતલા આપા ટી સ્ટોલ –લાયસન્સ બાબતે નોટીસ (૬)રાધે જનરલ સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૭)જય જનરલ સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૮)પ્રધાનમંત્રી જનૌષધિ –લાયસન્સ બાબતે નોટીસ (૯)જલારામ પ્રોવિઝન સ્ટોર –લાયસન્સ બાબતે નોટીસ (૧૦)ગુરુકૃપા એન્ટરપ્રાઈઝ–લાયસન્સ બાબતે નોટીસ (૧૧)જોગી ડીલક્ષ પાન & કોલડ્રિંકસ –લાયસન્સ બાબતે નોટીસ આપેલ. તથા (૧૨)શિવ શંકર સ્ટોર્સ (જલારામ બેકર્સ)(૧૩)શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (૧૪)માં…
Read Moreમહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે જાહેરનામું પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઉંઝા તાલુકાનું વિશોળ (સામાન્ય), મહેસાણા તાલુકાના જોરણંગ 1, જોરણંગ 2, છઠીયારડા 1, છઠીયારડા 2, પાલાવાસણા અને રામોસણ 2 માટે (સામાન્ય ઉમેદવારો), બોરીઆવી 1 અને પાંચોટ-3 માટે (બક્ષીપંચ ઉમેદવારો ), વિસનગર તાલુકાના પાલડી માટે (બક્ષીપંચના ઉમેદવારો), કમાણા 1 માટે (સામાન્ય ઉમેદવારો), સતલાસણા તાલુકાના સરદારપુર (ચિ)-કેશરપુરા-દુલાણા માટે (સામાન્ય ઉમેદવારો) સહિત ખેરાલુ તાલુકાના પાન્છા ગામે બક્ષીપંચના ઉમેદવારો નવીન દુકાનો માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. જેમાં છઠીયારડા 01 અને 02…
Read Moreભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં…
Read Moreઅરવલ્લીના મોડાસા ખાતે આન-બાન-શાન સાથે ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, મોડાસા અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૩મો પ્રજાસત્તાક પર્વ મોડાસાની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી સાથે કોરોના વોરીયર્સને પણ શુભેચ્છાઓ અપર્ણ કરી હતી. તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની એકતા અને અખંડિતાને ટકાવી રાખવામાં સંવિધાનનો મોટો ફાળો હોવાનું જણાવી દરેક નાગરીકને બંધારણમાંથી મળેલ મૂળભૂત ફરજો અને મૌલિક અધિકારોની સમજ આપી તેના દાયિત્વને નિભાવવા અરજ કરી હતી. વૈવિધ્યતાથી સમૃધ્ધ એવા દેશના નાગરિકો લોકશાહિને સાચવી રહ્યા હોવાનું…
Read Moreસમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૯મી જાન્યુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૧૧/૧/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૨૨/૧/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવમાં આવેલ. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૨૧/૧/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી સવારના ૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જેથી કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા…
Read Moreસાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી
સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની મહિલાઓને પૌષ્ટિક આહારથી જરૂરી પોષણ મળી રહે તેવો શુભાશય સુરત સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી છે. સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને અર્પણ કર્યો હતો, જેને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ મહિલાઓના લાભાર્થે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી સંધ્યાબેન છાસટીયાના હસ્તે વિવિધ…
Read Moreબોટાદ જિલ્લામાં ઉત્તરાયણના પર્વે તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ નાયબ વન સંરક્ષકની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત બોટાદ જિલ્લાના તાલુકામાં વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન નિમિત્તે પક્ષીઓને ઉત્તરાયણ પર્વ દરમિયાન સુરક્ષાના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે બોટાદ જિલ્લાના દરેક વ્યકિતઓને નિવેદન છે કે, તેમના ગામમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકો દ્વારા પક્ષીઓને જો કોઈ ઈજા/મૃત્યુ થાય તો તે બાબતે જિલ્લા કંટ્રોલરૂમ, બોટાદના સંપર્ક નં.૭૬૯૮૭ ૮૦૭૭૬ ઉપર તાલુકા પ્રમાણે સેવાભાવી વ્યકિતઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીને જાણ કરવા તથા જે-તે લાગુ તાલુકાના…
Read Moreબહુજન આર્મી ની જિલ્લા સ્તરીય મીટિંગ ભુજ મધ્યે યોજાઈ
હિન્દ ન્યુઝ, કચ્છ મીટિંગમાં બહુજન આર્મી ના મુખ્ય મુદાઓ પર ચર્ચા કરાઈ, જેમકે શિક્ષણ આરોગ્ય રોજગારી ઉપર ચર્ચા કરાઈ હતી સાથે જી.કે જનરલ હોસ્પિટલ ના આંદોલન ને મોટો સ્વરૂપ આપવા આવનાર દિવસો મા મોટા આંદોલન ની તૈયારી આજથી સરુ કરી દેવાઈ છે, જી.કે જનરલ હોસ્પિટલ નુ 2013 થી અદાણી સંચાલિત કરી રહી છે સંચાલનમાં નિશફણ ગઈ છે, વારંમ-વાર અદાણી ના મેનેજમેન્ટ ની બેદરકારીયો સામે આવતા બહુજન આર્મી ની માંગ છે કે જી.કે જનરલ હોસ્પિટલ નુ સંચાલન અદાણી પાસેથી લઈ સરકાર સંચાલન કરે એ માટે ઉગ્ર…
Read More