હિન્દ ન્યુઝ, રાજુલા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવકા (રાજુલા) ખાતે આયોજિત દેવકા વિદ્યાપીઠના અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી થવા છતડીયા-રાજુલા હેલિપેડ પર આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો, ટ્રસ્ટીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેવકા વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયત્નો વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
