ડભોડા અનુપમ પ્રાથમિક શાળા માં લેખન સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર          લેખન સ્પર્ધા માં રાજ્ય કક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ સૃષ્ટિબેન પરમાર ને સુહાગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડભોડા ગામના ખૂબ જ ઉત્સાહિ સરપંચ ભૂપતસિંહ કાંતિજી ઠાકોર, ડભોડા અનુપમ પ્રાથમિક શાળાના ખૂબ જ કાબેલ અને મહેનતુ આચાર્ય ડો. માનસિંહભાઈ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોમાં બાલાજીભાઈ, રઘુજીભાઈ અને રમેશભાઈ તેમજ બેંક રિટાયર કર્મચારી રમેશભાઈ ચૌહાણ તેમજ સક્રિય યુવા ટીમના સભ્યોએ ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સૃષ્ટિબેન ને ઈનામ તેમજ સુહાગ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર…

Read More

રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે “ગરીબ કલ્યાણ સેવા સુશાસન” નો કાર્યક્રમ યોજાશે

 હિન્દ ન્યુઝ, બોટાદ                   શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના અને જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તા.૧૪ મી જુલાઇ, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકાના હોલ ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અને કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના લાભાર્થીઓને લાભ આપવાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભાગનગરના સાંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીની પ્રેરક ઉપસ્થિતિ…

Read More

ભાવનગર ખાતે આઈ.જી. કપ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે સીદસર રોડ પર આવેલા જિલ્લા કક્ષાના રમત-ગમત મેદાન ખાતેથી આવતીકાલે સાંજે ૬-૩૦ કલાકે લોન ટેનિસ આઇ.જી. કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રાયોગિક ધોરણે યોજાયેલ આઇ.જી. કપને મળેલ સફળતાને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે પણ લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા અને અન્ય મહાનુભાવો તથા ખેલાડીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ કપની શરૂઆત કરવામાં આવશે. તા. ૧૦ જૂન, ૨૦૨૨ ૨૦ થી તા. ૩૦ જૂન,…

Read More

જેસરની ન્યૂ ગોલ્ડ સ્કૂલ શાળાના સંચાલકે પોતાના જન્મ દિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરીને કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર જેસર શહેરમાં આવેલા ન્યૂ ગોલ્ડ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ ગોલ્ડ સ્કૂલના સંચાલક કુમારપાલસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, જન્મ દિવસને તેમણે માનવ સેવા દિન બનાવીને ઉજવણી કરી હતી. આમ, કુમારપાલસિંહ સરવૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણી સ્વ માટે નહીં પરંતુ સમષ્ટી માટે કરીને સમાજ માટે એક આગવો સંદેશો રજૂ કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે તેમને પ્રેરિત કરવાં માટે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ ભા.જ.પા.ના અગ્રણી નીતુભા સરવૈયા તથા…

Read More

એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર મને “સેવા સેતૂ”ના માધ્યમ થકી ઘર આંગણે જ નવું આધાર કાર્ડ મળ્યું : “સેવાસેતૂ”ના લાભાર્થી ગોરધનભાઈ ધોરીયા

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય તેવી સરકારની નેમ રહેલી છે પરંતુ સાચા અર્થમાં સેવા સેતુના કાર્યક્રમો અંતરિયાળ અને છેવાડાના લોકો માટે ખુબ જ આશીર્વાદ રૂપ બની રહ્યાં છે. બોટાદના નાના પાળીયાદ ખાતે યોજાયેલા “સેવા સેતૂ” કાર્યક્રમનો લાભ લઈ રહેલાં ગોરધનભાઈ ધોરીયાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, મારી પાસે આધાર કાર્ડ ન હોવાથી મને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ રાજ્ય સરકારે મારા ગામમાં જ સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો હોવાથી એક…

Read More

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે…

Read More

ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તિ નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવે છે

હિન્દ ન્યુઝ, ભાવનગર         વર્ગ ખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદ-દાસ નથી ટકતા. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગની આવડતો જીવનભરનો સહયોગ બને છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વીના શિશુવિહાર પ્રાંગણમાં ૧૯૪૦ થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા બીજા સમર કેમ્પમાં ૧૭૩ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે.   ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપતી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો…

Read More

વિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વશાંતિ માટે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસનું ખૂબ જ મહત્વ હોય છે. આ મહિનાને મુશ્લિમ ધર્મમાં પાક અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ મહિના દરમિયાન સાચી શ્રધ્ધાથી બંદગી કરવામાં આવે તો રોજા રાખનારની ઇચ્છાને પયંગબર પૂરી કરે છે. પાલિતાણાની શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું આવું સિંચન થઇ રહ્યું છે. ચાવડા એક…

Read More

ભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી ૧૦૮ ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. સને- ૧૯૦૮ માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતાં. તેમની યાદમાં સૌ પ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે. ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ‘’એક…

Read More

સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

હિન્દ ન્યુઝ, ભાવનગર          વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ…

Read More