હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
વાવ તાલુકાના માવસરી કસ્ટમ રોડ થી કૂંડાળીયા રાઘાનેસડા જતાં રોડનું કામ ચાર પાંચ મહિનાથી ચાલુ છે. ત્યારે કૂંડાળીયા રાઘાનેસડા વચ્ચે રોડ પર સરળ ખુલ્લી કપચી અને ડસ્ટ પાવડર નાખતા ટુ-વીલર, ફોર-વીલર ચાલકો ઊડતી ધૂળ થી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને કપચીના કારણે બાઇકચાલકો સ્લીપ મારવાનો બનાવ બનવાનો વાહનચાલકોમાં ભય ત્યારે કૂંડાળીયા થી રાઘાનેસડા રોડનું કામ ધીમી ગતિથી કરવામાં આવી રહ્યું છે તો વારંવાર મુશ્કેલીઓનો સામનો વાહનચાલકો કરવો પડે છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો સ્લીપ તેમજ અકસ્માત થવાની શક્યતા છે. આને કેટલા લોકો આ રોડ પરના ખાડાઓના કારણે બાઈક સ્લીપ ખાઇ જતા હોય છે. ત્યારે આ વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું ડામર કામ શરૂ કરે તેવી માંગ કરવામાં આવેલ છે.
બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ