હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૦૬, ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૃવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
ઉપરાંત શેરો પોજિટીવ ઈલનેશના ૧૭ વિધાર્થીઓને શિષ્ટવૃતિ મંજુર કરવામાં આવી છે. જેમા વિધાર્થીના ધોરણ મુજબ ૨૫૦૦ થી ૧૦,૦૦૦ સુધીની જુદી જુદી રકમ મંજુર કરવામાં આવે છે. અનાથ બાળકો, પિતાનું અવસાન થયેલ, માતાને પુન:લગ્ન કરેલ હોય અને બાળક તેમના અન્ય નજીકના સગા સાથે રહેતુ હોય તેવા બાળકોને આ સહાય મળવાપાત્ર છે. જેમનો અભ્યાસ ચાલુ હોય તે દરમ્યાન બાળકના ૧૮ વર્ષ સુધી આ સહાય ચાલુ રાખવામાં આવે છે. આ સહાય લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.આર.પરમાર, સરકારી સંસ્થાના પ્રતિનિધી કે.પી.બલદાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામા આવા બાળકો હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ , જિલ્લા સેવાસદન ઈણાજ ફો.૦૨૮૭૬-૨૮૫૨૩૨ પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમ ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ