હાથરસ ના બનેલી ઘટનાના પગલે આમ આદમી પાર્ટી દ્વારા કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કાલાવડ

               યુ. પી. રાજ્યના હાથરસમાં ગત તા. 14 સપ્ટેમ્બર 2010ના રોજ વાલ્મિકી સમાજની દિકરી મનીષા ઉપર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરી તિક્ષણ હથિયાર વડે હત્યા કરી આરોપી ઓ એ હેવાનિયત ની હદ વટાવીને ગુન્હાઓ કરેલ હોય અને આ આરોપીને સમર્થન કરી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ સાથ સહકાર આપીને ભોગ બનનાર પરિવાર ના સભ્યો ને શારીરિક અને માનસિક ત્રાસ આપેલ હોય અને તેમને ઘરની અંદર કેદ કરી તેમના નિવાસસ્થાને પોલીસ છાવણીમાં ફેરવી ને મીડિયા કર્મીઓને ભોગ બનનાર ના પરિવારના સભ્યોને મળવા ન દેવાનું ગંભીર પ્રકારનો કૃત્ય કરેલ છે, તેમજ ભોગ બનનારના પરિવારના સભ્યોને ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા પોતાનું નિવેદન બદલવા માટેનું પ્રેશર કરતા હોય તો કૃત્ય કરનારા આરોપી તેમજ તેમને છાવરતા તમામ ઉચ્ચ અધિકારીઓને આ બનાવમાં સંડોવાયેલા હોય તેમને આ બનાવને લગત જે આરોપી તેમજ અધિકારીઓ ના નામ ખૂલે તે તમામ આરોપી તેમજ અધિકારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેમને સજા કરી ભોગ બનનાર ના પરિવારોને ન્યાય આપી, તેમને યોગ્ય વળતર આપવા નમ્ર અરજ છે. વધુમાં જણાવ્યું કે આવા બનાવ બીજીવાર ન બને તે બાબતે કડક વલણ અપનાવવા જાણ કરી. તેમજ સરકાર થકી વારંવાર કહેવામાં આવે છે કે ‘બેટી બચાવો’. તેમજ આ પ્રકારની ખોટી વાતો કરતા હોય તેમના શાસન દરમિયાન બેટી સુરક્ષિત નથી અને દિવસે ને દિવસે બળાત્કારના અપરાધ વધી રહ્યા હોય અને તમારી સરકાર દ્વારા બેટી બચાવો ની વાતો ફોકળ નીવડી હોય તો આ બાબતે બેટી ની સુરક્ષા બાબતે તાત્કાલિક કડક વલણ અપનાવી યોગ્ય કાર્ય કરવા અરજ છે.

ઉપરોક્ત આવેદનપત્ર બાબતે તાત્કાલિક પગલાં લઈ ફાંસી જેવી ગંભીર સજા કરાવી ભોગ બનનારને તાત્કાલિક ન્યાય અપાવશો અન્યથા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તે બાબતેની તમામ જવાબદારી આપની સરકારની રહેશે. આમ કાલાવડ મામલતદાર કચેરી એ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારોની સાથે સમાજ ના તમામ જ્ઞાતિ ના નામી અનામી ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment