જેતપુરના અમરનગરની યુવતીએ એસીડ પી આપઘાત કર્યાના બનાવમાં નવો વળાંક

હિન્દ ન્યૂઝ, જેતપુર

યુવતીનો ભાઈ આરોપીની પુત્રીને બે માસ પહેલાં ભગાડી ગયો હોવાથી યુવકના ઘરે જઈ તેની બહેનને ભગાડી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ

                             જેતપુરના અમરનગર ગામમાં ભારતી બાબુભાઈ મકવાણા નામની 21 વર્ષિય યુવતીએ એસીડ આપઘાત કરી લીધાના પ્રકરણમાં ગામમાં જ રહેતા જેન્તીભાઈ મકવાણા તેના બે પુત્ર સામે યુવતીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ભારતીનો ભાઈ અગાઉ જનીની પુત્રીને આરોપીઓ દ્વારા ભારતીની કરીને ભાગી ગયો હતો અને પજવણી કરતા હતા તેમજ તમારો પુત્ર તમારી દીકરી ભારતીને ભગાડી જશું તેવી ધમકીથી કંટાળીને ભારતીએ એસીડ ગટગટાવી આપઘાત કરી લીધાનો આરોપ મૂક્તા પોલીસે ત્રણેય આરોપીને લેવા પ્રયાસ શરૂ કર કર્યા છે. આપઘાત કરી લેનાર ભારતીમાતા પ્રભાબેન બાભાઇ મકવાણા (રહે.અમરનગર, જેતપુર) એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેને સંતાનમાં ૪ અને ૪ છે. જે પૈકી અપરિણિત પુત્ર શૈલેષ ગામમાં રહેતા જ્ઞાતિના જેન્તી બાઘુભાઇ મકવાણાની દીકરી ઉષાને અઢી મહિના પહેલાં ભગાડી ગયો હતો. જેન્તીભાઇએ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષની ધરપકડ કરતા તે હાલ જેલમાં છે. પુત્રના પ્રેમપ્રકરણના કારણે જેન્તીભાઇ સાથે મનદુઃખ ચાલે છે. બે મહિના પહેલાં પોતે પતિ, સંતાનો સાથે ઘરે હતા ત્યારે જેન્તી મકવાણા અને તેના બે પુત્ર સગાર તથા ગોટીયાએ ઘરે આવીને ગાળાગાળી કરી હતી ગાળો બોલવાની ના પાડતા રોષે ભરાયેલા જેન્તી મકવાણાએ એવી ધમકી આપી હતી કે, તમારો પુત્ર શૈલેષ મારી દીકરીને ભગાડી ગયો હતો. હવે અમે તારી દીકરીભારતીને ભગાડી જશું અને નાખશું એટલે દિકરી ભગાડી જવાય ત્યારે કેવું દુઃખ, પીડા થાય છે સમજાશે. ત્યાર બાદ ઉપરોક્ત ત્રણેય પિતા, પુત્રી ભારતીને પરેશાન કરતા અને બહાર નિકળે ત્યારે તને ભગાડી જવી છે. તેમ કહી ધાક ધમકી આપતા હોવાથી ધમકી, ત્રાસથી છૂટકારો મેળવવા ભારતીએ ૪ ફેબ્રુઆરીને રાતે ભારતીએ ઘરે એસીડ પી લીધું હતું. સારવાર દરમિયાન તબિયત વધુ ખરાબ થતાં તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આમ જેન્તી અને તેના બે પુત્ર સાગર થતા ગોટિયાએ ત્રાસ આપીને ભારતીને આપઘાત માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વિશેષ તપાસ શરૂ છે.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment