જેતપુરની ભાદર નદીએ લીધો વધુ એક ભોગ, ૧૩ વર્ષના તૃણનો પાણીમાં ગરકાવ થતા મોત

હિન્દ ન્યૂઝ, જેતપુર,

જેતપુરની ભાદર નદીએ આ વર્ષે ઘણા લોકોનો ભોગ લીધો છે. ઉપરવાસમાં ભારેવર્ષા થતા ભાદર ડેમના પાટિયા સમયાંતરે ખોલવામાં આવે છે. જેથી જેતપુર શહેર વચ્ચેથી પસાર થતી ભાદર નદીમાં નવા નીર આવતા લોકો ન્હાવા તેમજ મહિલાઓ કપડાં ધોવા નદીના કાંઠે જતા હોય છે.આજે બપોરે ૨ વાગ્યાની આસપાસ એક તરુણ ડૂબાયો હોવાના સમાચાર મળતા આસપાસનો લોકો એકઠા થયા હતા. ત્યાં હાજર રહેલા લોકોએ બાજુના ગોંડલ દરવાજા વણકર વિસ્તારમાં રહેતા ૧૩ વર્ષના નિવ જગદીશભાઈ વેગડાનું ડૂબ્યાનું જણાવ્યું હતું. કાંઠે રહેલા પાણાઓ પર બેઠા બેઠા એકાએક પાણીમાં પડતા માથામાં ઇજા પોહચી હતી અને ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. સ્થાનિક તરવૈયાઓની બે કલાકની ભારે શોધખોળથી નદી માંથી મળી આવ્યો હતો. તાત્કાલિક બહાર કાઢી જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કરી પી.એમ અર્થે મોકલી દેવાયો હતો. પરિવારમાં બે બહેનો અને એક મોટા ભાઈમાં સૌથી નાનો ભાઈ નિવ સાતમું ધોરણ અભ્યાસ કરતો હતો. પાણીમાંથી બહાર કાઢતાની સાથે તેમના પિતાએ તેમજ હાજર પરિવારની મહિલાઓએ જોરદાર આક્રંદ કર્યું હતું. હસતા ખેલતા પોતાના એક બાળકની અચાનક વિદાયથી પરિવારનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment