હિન્દ ન્યૂઝ, જામનગર, ધ્રોલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં તા. 17/09/2020 થી તા. 21/09/2020 સુધી દિવસ-5 દરમિયાન કોરોના મહામારી સામે રક્ષણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળાનું દૈનિક આશરે ૨૦૦ લીટર ઉકાળો બનાવવામાં આવેલ અને તેનું વિતરણ કરવામાં આવેલ. આ ઉકાળો નિયમિત ચાર હજાર લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી. દરરોજ ધ્રોલ શહેર ના સ્વયંસેવકો દ્વારા વિવિધ 15 સ્થાન પર ઊભા રહી અને દોઢ કલાક સુધી ઉકાળાનું વિતરણ કરેલ.
વિવિધ સમાજના લોકો તરફથી આ બાબતે સારો પ્રતિસાદ મળેલ અને આ સેવા કાર્યને બિરદાવેલ. આ કાર્યમાં ધ્રોલ ની અન્ય સંસ્થાઓનો સહયોગ મળેલ છે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ઉત્સાહથી કરેલ અને નિયમિત સમયસર ઉકાળાનું વિતરણ કારેલ અને લોકો દ્વારા પણ તેમને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.
આ સેવાકાર્યમાં ધ્રોલ ના અન્ય સેવાભાવી કાર્યકરોનો પણ સહકાર સાંપડેલ છે. જેમાં રાષ્ટ્રહિત ના વિચારોથી પ્રભાવિત વિવિધ દાતાઓ દ્વારા ઉકાળો બનાવવાના સાધનો, ઉકાળો પીવા માટે ની કાગળની પ્યાલી, ઉકાળો વિતરણ કરવા માટે ના થરમોસ વિગેરે સેવાકાર્ય માટે નિઃશુલ્ક મળેલ છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા