કોડીનાર,
વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કર્યા છે. આ મહામારીથી અમૂલ્ય માનવ જીવન બચાવવા માટે લોકોને સાવચેત રહેવા અને આરોગ્ય સારવાર માટે તેમજ લોકોને કોરોના વાયરસ માંથી બચાવવા અને સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કોડીનારમાં ૬ સ્થળે નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોડીનાર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ૬ સ્થળે એન્ટીજન કીટ દ્વારા નિ:શુલ્ક કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
(૧) નગરપાલિકા સંચાલિત બાલમંદિર, નગરપાલિકા ગાર્ડનની બાજુમાં
(૨) રા.ના. વાળા હોસ્પિટલ
(૩) ગાયત્રી ઈમેજીંગ સેન્ટરની બાજુની દુકાન,રેલવે ક્રોસિંગની બાજુમાં
(૪) લોહાણા મહાજન વાડી, જીન પ્લોટ
(૫) વીનો સોડાની બાજુમાં સત્યમ્ સોસાયટી
(૬) મિટિંગ હોલ સરકારી દવાખાના કમ્પાઉન્ડ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન નિ:શુલ્ક એન્ટીજન કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર