મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ પાસે આવેલ હોટલ નજીક અજાણ્યા ૪૦ વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી

મોરબી,

          મોરબી ખાતે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ નજીક આવેલ જાયકા હોટલની સામે ના ભાગમાં ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં અંદાજે ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને આ બનાવની તાત્કાલીક ૧૦૮ ની ટીમને જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમના ટેકનિશિયન અજયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે યુવાને દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. જે યુવાનને દવા પીધેલ છે તેની ઓળખ થયેલ નથી. માટે તેની ઓળખ કરવા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં હાલમાં તપાસ શરુ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી

Related posts

Leave a Comment