જામનગર,
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોવીડ-૧૯ સંકૃમણ અંકુશમાં લાવવા માટેની કાર્યવાહીના ભાગ રૂપે આજ તા. ૧૨/૦૯/૨૦૨૦ ના રોજ માન. કલેકટર તથા કમીશ્નર દ્વારા નવાગામ અર્બન હેલ્થ સેન્ટર તથા ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિમણૂંક આપવામાં આવેલ લાયઝન અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ સાથે ડો. પી. એમ. મહેતા ઓડીટરીયમ હોલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ.
જેમાં કલેકટર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફ્લુ ઓપીડી વધારી લોકોને સ્થળ પર જ સારવાર આપવા, એન્ટીજન ટેસ્ટ શક્ય તેટલા વધારવા, પોઝિટિવ વ્યક્તિઓને હોમ આઈસોલેટ કરી તેમને દવાઓ, ઉકાળો વગેરે ઘર પર જ પહોંચાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
તેમજ બન્ને અર્બન હેલ્થ સેન્ટર પરની કોવીડ-૧૯ અંતર્ગતની થયેલ તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર કામગીરીનુ પ્રેઝન્ટેશન નિહાળી જરૂરી સુચનાઓ આપી.
રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર