થરાદ,
કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતા એસ.ટી. બસોના પૈડાઓ થંભી ગયા. જોકે સરકાર દ્વારા થોડી ઘણી બસોનું સંચાલન ફરી શરૂ કરવા પરિપત્ર જાહેર કરાતા એસ.ટી. બસોમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મુસાફરી કરવાની છૂટછાટ અપાઈ હતી. ત્યારે તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ એસ.ટી.વિભાગીય કચેરી પાલનપુર દ્વારા થરાદ ડેપોને પરિપત્ર પાઠવી એકસપ્રેસ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૨, જયારે લોકલ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૪ એમ કુલ મળીને ૬૬ શિડયુલ સંચાલન ધમધમતુ કરવાનો પરિપત્ર પાઠવ્યો હતો. પરિપત્ર સંદર્ભે મીડિયા દ્વારા થરાદ ડેપોના એટીઆઈ ને પુછપરછ કરતા તેઓેએ જણાવ્યું હતું કે થરાદ એસટી ડેપોમાં કુલ ૮૦ શિડયુલ છે, જેમાં કુલ ૬૪ શિડયુલ ચાલુ છે, ત્યારે ડિવીઝન દ્વારા ૬૬ શિડયુલ ચાલુ કરવાની મંજૂરી મળતા થરાદ એસ.ટી. ડેપો દ્વારા ૨ શિડયુલ ચાલુ કરાતા કુલ ૬૬ શિડયુલનું સંચાલન થશે તેમ થરાદ ડેપોના એ.ટી.આઈ. એ જણાવ્યું હતું.
રીપોર્ટ : રજનીકાંત જોષી, થરાદ