હિન્દ ન્યુઝ, અમદાવાદ
કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી; સભાઈબેનની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં-2ના મેદાનથી શરૂ થઈ હતી, સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે વર્ષ 2024માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના NCOE, ગાંધીનગર ખાતે તેમની પસંદગી થઈ જ્યાં તેઓ હાલ તાલીમ લઈ રહ્યાં છે.
હાલ અમદાવાદ ખાતે તા. 23થી 31 ઓક્ટૉબર, 2026 દરમિયાન ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026’નું આયોજન; કચ્છના મોટા ભાડિયાના મેદાનથી લઈને કોમનવેલ્થ કબડ્ડીના વૈશ્વિક મંચ સુધીની સભાઈબેન ગઢવીની સફર DLSS જેવી પાયાની રમતગમત વિકાસ યોજનાઓની સફળતા દર્શાવે છે.
