કાલાવડ, હિન્દ ન્યૂઝ
આજ રોજ તા. ૨૭/૦૮/૨૦ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વંસતભાઈ ગિણોયા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ કણૅદેવસિહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને પ્રતિનિધિ ડૉ. રાજદિપસિંહ જાડેજા, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, જામનગર જિલ્લા પંચાયત ના સદસ્ય જે.પી.મારવીયા, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રુદ્ગદતસિંહ જાડેજા, મોહનભાઈ સભાયા, પંકજભાઈ વિરાણી, ચંદુભાઈ ચૌહાણ, ભરતભાઈ કોઠીયા, મનસુખભાઇ ગમઢા, જેરામભાઈ બુશા, કલ્પેશભાઈ, લાલજીભાઈ ચિખલીયા, સુરેશભાઈ ચૌહાણ તથા કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક સંયોજક મિત્રો હાજર રહ્યા હતા
અને દરેક સંયોજકો ને ડીજીટલ મેમ્બર ની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની તથા દરેક બુથ લેવલ ઉપર જનમિત્રો ની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા ની સંપૂર્ણ માહિતી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયૅકારી પ્રમુખ કણૅદેવસિંહ જાડેજા એ આપેલ તથા પ્રદેશ પ્રતિનિધિ રાજદિપસિંહ જાડેજા એ દરેક સંયોજકો ની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તથા સંગઠન ને મજબુત બનાવવા માટે દરેકે ગ્રામ્યજનો સાથે કાયૅક્રમ યોજવા ની કામગીરી ઉપર ભાર મુકેલ, કાયૅક્રમ પૂર્ણ કરી આભાર વિધિ જામનગર જિલ્લા પંચાયત ના સદસ્ય જે.પી.મારવિયા એ કરેલ હતી.
રિપોર્ટર : ભોજાભાઈ ટોયટા, નિકાવા