હિન્દ ન્યુઝ, જસદણ
જસદણના જાણીતા ઉદ્યોગપતિ અને લોક સેવક ગજેન્દ્રભાઈ રામાણીના કારખાને લોકો જતા ત્યારે કહેતા કે લીમડાવાળા કારખાને જવું છે લીમડો કડવો ખરા પણ નરવો બહુ જ એવા જનસંઘ વખતના કાર્યકર અને જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી ભાસ્કરદાદા થડેશ્વર અને ઘુઘાભાઇ રબારી ભડલી જગદીશભાઈ આચાર્ય અને જસદણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ મહેતા રવજીભાઇ સરવૈયા વલ્લભભાઈ વેકરીયા( ભાડલા) માર્ગદર્શન નીચે ગજેન્દ્રભાઈ રામાણી શહેર પ્રમુખ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરેલું અને 2009 ની પેટા ચૂંટણીમાં ગજેન્દ્રભાઈ રામાણી એ ભાજપને જીતાડવામાં પોતાનો સિંહ ફાળો આપેલ અને જંગી બહુમતીથી જસદણમાં પહેલી જ વખત ભાજપને છૂટીને ધારાસભ્ય ગાંધીનગર મોકલ્યા જેમના પુત્ર હિરેન રામાણીના લગ્નમાં ખુદ તે સમયના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ખુદ આવ્યા હતા ગજેન્દ્રભાઈ ની લોકસેવા જોઈ ને લોકો કહે છે કે 2022 ની ચૂંટણીમાં ગજેન્દ્રભાઈ ને ટિકિટ મળે તેવી લોક લાગણી અને માગણી ઉઠી છે.
બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
