હિન્દ ન્યુઝ, જૂનાગઢ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગામે ગામ ખાસ સ્વચ્છતા જાળવવા વિશેષ જનજાગૃતિ કેળવાય તે માટે સ્વચ્છતા રેલી યોજાઇ હતી.
જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના શાપુર ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી નયનાબેન નીતિનભાઈ ફળદુના વડપણ હેઠળ સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં પદાધિકારી- અધિકારી ઉપરાંત પી.એમ. શ્રી શાપુર પે. સેન્ટર શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નિયમિતપણે સ્વચ્છતા જાળવવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
સ્વચ્છ ભારત મિશન -ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા સપ્તાહ હેઠળ તાલુકા કક્ષાની સ્વચ્છતા રેલી શાપુર ગામે યોજાઈ હતી. આ સાથે પ્રતિકાત્મક રીતે પદાધિકારી- અધિકારીઓ સફાઈ પણ કરી હતી.
જિલ્લા પંચાયત શાપુર સીટના સભ્ય ભરતભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય લતાબેન સુનિલભાઈ ડાભી, તાલુકા વિકાસ અધિકારી એચ. એન. ઓડેદરા, સરપંચશ્રી, ગામ આગેવાનો તેમજ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
